Western Times News

Gujarati News

૧૨ દિવસમાં સેન્સેક્સ બીજી વખત ૫૦ હજારને પાર કરી: સેન્સેક્સ ૧૧૯૭ અંક વધ્યો

મુંબઇ, બજેટના પછી બજારમાં રેકોડ તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ ૫૦ હજારને પાર કર્યા પછી દિવસના અંતે ૧૧૯૭ અંક વધી ૪૯૭૯૮ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૬૭ અંક વધી ૧૪૬૪૮ પર બંધ થયો હતો. અગાઉ ઈન્ડેક્સ ૨૧ જાન્યુઆરીએ ૫૦,૧૮૪ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. બજારની તેજીમાં ઓટો અને બેન્કિંગ શેર સૌથી આગળ છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં પણ ૧૫૦૯ અંકના વધારા સાથે ૩૪,૫૯૮.૯૦ પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એસબીઆઇ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક, લાર્સન, ભારતી એરટલે સહિતના શેર વધીને બંધ થયા હતા. એસબીઆઇ ૭.૧૦ ટકા વધીને ૩૩૩.૨૦ પર બંધ થયો હતો. અલ્ટ્રાટેકસિમેન્ટ ૬.૭૦ ટકા વધીને ૬,૧૨૬.૯૫ પર બંધ થયો હતો. જાેકે બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, એચયુએલ, હીરો મોટોકોર્પ, એસબીઆઇ લાઈફ ઈન્શ્યોરન્સ સહિતના શેર ઘટીને બંધ થયા હતા. બજાજ ફિનસર્વ ૨.૩૪ ટકા ઘટીને ૯૪૭૩.૦૦ પર બંધ થયો હતો. ટાઈટન કંપની ૧.૦૮ ટકા ઘટીને ૧૪૮૫.૮૫ પર બંધ થયો હતો.

૨૦૨૧-૨૨નું બજેટઃ મોટાભાગના માર્કેટ એનાલિસ્ટ માની રહ્યાં છે કે ઓવરઓલ બજેટ બજાર માટે પોઝિટિવ છે. કારણ કે તેમાં કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. આ સિવાય કોરોના સેસની વાત પણ નથી. જેના કારણે બજાર સતત ૬ કારોબારી દિવસથી ઘટી રહ્યું હતું. ઘરેલુ બજારોને વૈશ્વિક બજારોમાં વધારાનો પણ સપોર્ટ મળ્યો છે. તેમાં ચીન, જાપાન, કોરિયા સહિત યુરોપિયન અને અમેરિકાના શેરબજાર પણ સામેલ છે. આ સિવાય અમેરિકામાં નવા કોરોના રાહત પેકેજની પણ પોઝિટિવ અસર પડી છે. બજારમાં અગ્રણી શેરોએ સારા ગ્રોથ સાથે કારોબાર કર્યો. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, એચડીએફસી,એસબીઆઇ,મારૂતિ, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રાના શેર સામેલ છે.

બજેટના દિવસે બજારમાં ઔતિહાસિક વધારો જાેવા મળ્યો હતો. પોઝિટિવ વધારાના પગલે સેન્સેક્સ ૫ ટકા વધી ૪૮૬૦૦.૬૧ પર અને નિફ્ટી ૪.૭૪ ટકા વધી ૧૪૨૮૧.૨૦ પર બંધ થયો હતો. તેમાં બેન્કિંગ શેરમાં સૌથી વધુ વધારો જાેવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્કનો શેર ૧૪.૭૧ ટકા, એસબીઆઇ ૧૦ ટકા અને એલએન્ડટીનો શેર ૯ ટકા વધી બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ ૮.૨૬ ટકા વધી બંધ થયો હતો. લિસ્ટેક કંપનીઓની માર્કેટ કેપ પણ ૬.૩૨ ટકા વધી હતી.વર્ષ ૧૯૯૯ બાદ પહેલી વાર બજેટના દિવસે શેર બજારમાં ૫ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. ૧૯૯૯ બાદ બજેટ પર શેર બજાર દ્વારા આ સૌથી સારુ રિએક્શન રહ્યું છે. આ પહેલા ૧૯૯૯માં સેન્સેક્સ ૫.૧૩ ટકા ઉછળ્યુ હતુ. જ્યારે તેના ૨ વર્ષ પહેલા ૧૯૯૭માં બજેટ વાળા દિવસે બીએસઈનું ઈન્ડેક્સ ૬.૫ ચકા ઉછળી ગયુ હતુ. કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે ૪૮, ૭૬૪.૪૦ અંકના દિવસના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચ્યુ હતુ. અંતમાં આ ૨૩૧૪. ૮૪ અંક એટલે કે ૫ ટકાના વધારાની સાથે ૪૮,૬૦૦.૬૧ અંક પર બંધ થયુ. આ રીતે એનએસઈનું નિફ્ટી પણ ૬૪૬.૬૦ અંક એટલે કે ૪.૭૪ ટકા વધીને ૧૪,૨૮૧.૨૦ અંક પર બંધ થયું.

બજેટને પગલે શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. ૨૦૨૧નું બીજું લિસ્ટિંગ શાનદાર રહ્યું. ઈન્ડિગો પેઇન્ટ્‌સનો શેર બીએસઇ પર ૨૬૦૭.૫૦ રૂપિયા પર લિસ્ટ થયો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર પણ શેર ૭૫ ટકા પ્રીમિયમ પર ૨૬૦૭.૫૦ રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો છે. એની ઈશ્યુ પ્રાઈસ ૧૪૯૦ રૂપિયા હતી, એટલે કે રોકાણકારોને પ્રતિ શેર ૧,૧૧૭ રૂપિયાનો ફાયદો થયો.

ગ્લોબલ માર્કેટ પણ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી ૨.૨૩ ટકા વધી કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ, ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૧-૧ ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં પણ ૦.૫૫ ટકાનો વધારો છે. આ પહેલાં અમેરિકા અને યુરોપિયન બજારોમાં તેજી જાેવા મળી હતી. નેસ્ડેક ઈન્ડેક્સ ૨.૫૫ ટકા એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સ ૧.૬૧ વધી બંધ થયો હતો. યુરોપિયન માર્કેટમાં ફ્રાન્સનો સીએસી ઈન્ડેક્સ અને જર્મનીનો ડીએએકસ ઈન્ડેક્સમાં પણ ૧-૧ ટકા વધારો રહ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.