ઈન્ડસઈન્ડ બેન્ક નાગેશ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ ફોર ધ બ્લાઈન્ડનો ત્રીજી એડિશનમાં પ્રવેશ
દૃષ્ટિની ખામીવાળી વ્યક્તિઓ માટે શક્તિશાળી પ્રેરણાનો સ્ત્રોત એટલે ક્રિકેટ- ગુજરાતની ટીમ પાંચ ક્વોલીફાઈ મેચો રમશે.
અમદાવાદ તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ – ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયા (સીએબીઆઈ)એ સમથર્નમ ટ્રસ્ટ ફોર ધ બ્લાઈન્ડનાં સહયોગમાં બેંગ્લુરુમાં ઈન્ડસઈન્ડ બેન્ક નાગેશ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ ફોર ધ બ્લાઈન્ડની ત્રીજી એડિશનનો આરંભ કર્યો છે. આ ટુર્નામેન્ટ તા. ૮ ફેબ્રુઆરી થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી યોજાશે.
દેશનાં ૨૪ રાજ્યોનાં ૨૯૦ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ૬૭ જેટલી ટી ૨૦ મેચોમાં ભાગ લેશે. લીંગ મેચીંઝમાં ચાર પુલ્સ રહેશે અને ત્યારબાદ ક્વોટર્ર ફાયનલ્સ, સેમી ફાયનલ્સ અને ફાયનલ રહેશે. ગુજરાતની ટીમ પાંચ ક્વોલીફાઈ મેચો રમશે.
બેંગ્લુરુમાં આરંભાયેલી આ ટુર્નામેન્ટનાં ઉદઘાટન પ્રસંગે બેંગ્લુરુ અર્બનનાં ધારાસભ્ય શ્રી બી. શિવાન્ના, પૂર્વ કર્ણાટક સ્ટેટ ક્રિકેટર શ્રી બી સિધૂરામ, કોકોકોલાનાં એચઆર મેનેજર શ્રી વિનોદ જકાતી, એડ્રેસ હેલ્થ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રા.લિ.નાં સ્થાપક અને સીઈઓ ડો. આનંદ લક્ષ્મણ, સમર્થનમ ટ્રસ્ટનાં ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહંતેશ જી. કિવાદાસન્નાવર હાજર રહ્યા હતાં.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વ. એસ પી. નાગેશની સ્મૃતિમાં યોજાય છે. જેઓ સમર્થનમ ટ્રસ્ટનાં સ્થાપક હતા અને તેમણે અંધ ક્રિકેટરોને પ્રેરણા પૂરી પાડી હતી.
આ પ્રસંગે બેંગ્લુરુ અર્બનનાં ધારાસભ્ય શ્રી બી શિવન્નાએ જણાવ્યું હતું કે, દૃષ્ટિહીન વ્યક્તિઓમાટેની ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકતા હું આનંદની લાગણી અનુભવું છું. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા દરેક ખેલાડીને હું બિરદાવું છું.
ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયાનાં અધ્યક્ષ અને સમર્થનમ ટ્રસ્ટનાં સ્થાપક ડો. મહંતેશ જી. કિયાદાસન્નાવરે જણાવ્યું હતું કે, એક વર્ષનાં વિરામ બાદ અથાગ પ્રયાસો અને ચોકસાઈ બાદ ત્રીજી એડિશનનો આરંભ કરતા અમને આનંદ થાય છે.