ઉત્તરપ્રદેશમાં ઉછીના ૩૦૦ રૂપિયા પરત ના આપી શકતા વૃદ્વની હત્યા
ઉન્નાવ: ઉત્તરપ્રદેશના ઉન્નાવના ખડેગરા ગામમાં મંગળવારે સગાએ જ ૩૦૦ રૂપિયાના લીધે વૃદ્વને મારમારીને હત્યા કરી દીધી હતી .સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. સંબધીએ ૩૦૦ રૂપિયા વૃદ્વને ઉછીના આપ્યાં હતા.જેના લીધે આ ઘટના ઘટી હતી. દિકરાની ફરીયાદના આધારે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખડેહરા ગામના રહેવાસી બાબુલાલે પોતાના સંબધી સુનીલ પાસેથી ત્રણ સો રૂપિયા ઉછીના લીધા હતાં. ઉછીના લીધેલા પૈસા પરત માંગતા સુનીલ અને બાબુલાલ વચ્ચે વિવાદ થયો હતો અને ઝઘડો થયો હતો.
સુનીલે મારામારી શરૂ કરી હતી. બાબુલાલને મારતો હતો ત્યારે તેમને બચાવવા તેમની પત્ની અને તેમના દિકરો વચ્ચે પડ્યા હતા. તેમને પણ સુનીલે માર્યા હતાં.આ દરમિયાન સુનીલે બાબુલાલને દિવાલ પર ફેકતા તેમનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું.આ ઘટનાની જાણ તેમના પુત્રએ પોલીસને આપી હતી ,પોલીસ ઘટના સ્થળે પહોચીને સત્વરે આરોપી સુનીલને પકડી પાડ્યો છે.હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.