Western Times News

Gujarati News

આઈએમએ ઉત્તરાખંડે રામદેવને ૧૦૦૦ કરોડ રુપિયાની માનહાનિ નોટિસ મોકલી

નવીદિલ્હી: એલોરેથી અને ડોક્ટરો પર વિવાદિત નિવેદનને લઈને યોગગુરુ રામદેવ ખરાબ રીતે ફસાય છે. તેમની સમસ્યાઓ હવે હજું વધારે વધી ગઈ છે. ઈન્ડિયન મેડિકલ અસોસિયેશન(આઈએમએ) ઉત્તરાખંડે રામદેવને ૧૦૦૦ કરોડ રુપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં રામદેવને આવનારા ૧૫ દિવસમાં નિવેદનનું ખંડન કરતો વીડિયો અને લેખિત માફી માંગવાની કહ્યુ છે.

નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે જાે રામદેવ આવનારા ૧૫ દિવસમાં પોતાના નિવેદનનું ખંડન કરતો વીડિયો અને લેખિત માફી નહીં માગે તો તેમણે ૧૦૦૦ હજાર કરોડ રુપિયાની માંગ કરી છે. આ ઉપરાંત રામદેવને ૭૨ કલાકની અંદર કોરોનિલ કિટની ભ્રામક જાહેર ખબરને તમામ સ્થાનોથી હટાવવાનું કહ્યુ છે. જ્યાં તે દાવો કરવામાં આવ્યો છે કે કોરોનિલ કોવિડ વૈક્સીન બાદ થનારા સાઈડ ઈફેક્ટ્‌સ પર અસરકારક છે.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં રામદેવે નિવેદન આપ્યુ હતુ કે એલોપેથિક દવા ખાવાથી લાખો લોકોના મોત થયા છે. તેમણે એલોપેથીક સ્ટૂપિડ અને દેવાળ્યું સાયન્સ કહ્યુ હતુ. આ બાદ વિવાદ વધતા કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનના આકરા વાંધા બાદ રામદેવે પોતાનું નિવેદન પાછુ લીધુ હતુ.મનાઈ રહ્યુ હતુ કે વિવાદ અટકી ગયો છે. પરંતુ ૨૪ મેએ રામદેવે ૧ વાર ફરી એલોપેથિક ચિકિત્સા પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા. આ વખતે તેમણે પતંજલિના લેટરપેડ પર લખેલી એક ચીઠ્ઠીમાં આઈએમએને ૨૫ સવાલ કર્યા. આના પર હસ્તાક્ષર પણ છે. બાબા રામદેવે આ પત્રમાં હેપટાઈટિસ, લીવર સોયરાઈસિસ, હાર્ટ એનલાર્જમેન્ટ, શુગર લેવલ ૧અને ૨, ફેટી લીવર, થાઈરોઈડ્‌સ, બ્લોકેજ, બાઈપાસ, માઈગ્રેન, પાયરિયા, અનિદ્રા, સ્ટ્રેસ, ડ્રગ્સ એડિક્શન, ગુસ્સા વગેરે પર સ્થાઈ સારવારને લઈને સવાલ પુછ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.