ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ બાદ હવે ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ

રાયબરેલી: ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કાનુનને લઇ હો હલ્લો થઇ રહ્યો છે ત્યારે માસુમોને લલચાવી, પટાવી અથવા તો ખોટુ બોલી દગો આપી ધર્મ પરિવર્તન કરાવવાના અનેક મામલા સામે આવ્યા છે જેને લઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુબ સખ્ત છે તેમ છતાં પ્રદેશમાં આવા મામલામાં કોઇ કમી જાેવા મળી રહી નથી જયાં ઉમરાન ગામમાં હિન્દુઓને લલચાવીને ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યાં હતાં એટલું જ નહીં એજન્ડામાં સામેલ લોકો હિન્દુ દેવી દેવતાઓને શક્તિહીન બતાવી રહ્યાં હતાં.
એ યાદ રહે કે આ મામલો સલોન કોતવાલી વિસ્તારના પટેલ નગર ઉમરનનો છે જયાં કેટલાક લોકો જમા થઇ ધર્મ પરિવર્તનને લઇ ગતિવિધિઓ કરી રહ્યાં હતાં ત્યારે રાહગીરોએ તેની માહતી પોલીસને આપતા પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી અને એક વ્યક્તિને હિરાસતમાં લીધો હતો.
હકીકતમાં અહીં ચાર લોકો અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા હતાં તે હિન્દુ પરિવારોને એકત્રીત કરી યીશુ મસીહમા આસ્થા સ્થાપિત કરવા માટે લોકોને હિન્દુ ધર્મ પ્રત્યે ઉશ્કેરવા અને લાલચો આપવામાં લાગ્યા હતાં. આ હેઠળ તે હિન્દુ દેવતાઓે શક્તિહીન બતાવી એ પણ સમજાવી રહ્યાં હતાં કે જાે હિન્દુ દેવી દેવતાઓમાં શક્તિ હોત તો કોરોના મહામારી આવી ન હોત.
આ લોકો હિન્દુ પરિવારોને સમજાવી રહ્યાં હતાં ત્યારે અહીંથી પસાર થતા શંકરલાલ અને તેમની સાથે અખિલેશે આ મામલાને ધર્માન્તરણનો સમજી તેની માહિતી પોલીસને આપી હતી અને આ બંન્નેએ ઘટનાની વીડિયો પણ બનાવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી એક વ્યક્તિને હિરાસતમાં લીધો છે અને તપાસ શરૂ કરી છે.