Western Times News

Gujarati News

અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCIએ ભલામણ કરી

નવીદિલ્હી: ભારતીય ક્રિકેટર્સ રવિચંદ્રન અશ્વિન અને મહિલા ટીમનાં કેપ્ટન મિતાલી રાજને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. તાજેતરનાં સમાચાર મુજબ, બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓનાં નામની ભલામણ કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ આર.અશ્વિન અને મિતાલી રાજનાં નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મોકલવાનો ર્નિણય લીધો છે, જ્યારે અર્જુન એવોર્ડ માટે કે.એલ. રાહુલ, જસપ્રિત બુમરાહ અને શિખર ધવનનાં નામ સૂચવવામાં આવશે. એએનઆઈ સાથે વાત કરતા, ઘટનાક્રમથી જાેડાયેલા સુત્રોએ નામોની પુષ્ટી કરી. સુત્રનાં જણાવ્યા અનુસાર, “અમે વિગતવાર ચર્ચા કરી હતી અને અશ્વિન અને મહિલા ટેસ્ટ અને વનડે કેપ્ટન મિતાલી રાજને ખેલ રત્ન માટે મોકલવાનો ર્નિણય કર્યો હતો. અમે ધવનની ફરીથી અર્જુન માટે ભલામણ કરી રહ્યા છીએ, જ્યારે અમે રાહુલ અને બુમરાહનાં નામની પણ ભલામણનું સુચવીશું.”

આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે ટીમ ઇન્ડિયાનાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા, પૈરા એથલીટ મરિયપ્પન થંગાવેલુ,
ટેબલ ટેનિસ ચેમ્પિયન મણિકા બત્રા, મહિલા રેસલર વિનેશ ફોગાટ અને હોકી ખેલાડી રાણી રામપાલને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોહિત ઉપરાંત ઝડપી બોલર ઇશાંત શર્મા અને મહિલા ક્રિકેટ ટીમનાં સભ્ય દિપ્તી શર્માની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

અગાઉ, રમત મંત્રાલયે આગામી રાષ્ટ્રીય સ્પોર્ટ્‌સ એવોર્ડ ૨૦૨૧ માટેની અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ વધારવાનો ર્નિણય લીધો હતો. જેમા મંત્રાલયે તેને એક અઠવાડિયાથી વધારીને પાંચ જુલાઈ સુધી કરી દીધુ છે. રાષ્ટ્રીય સ્પોર્ટ્‌સ ફેડરેશને અગાઉ ૨૮ જૂન સુધીમાં અરજીઓ મોકલવાની હતી. ટેનિસ, બોક્સિંગ અને રેસલિંગ સહિતનાં ઘણા એનએસએફ અરજીઓ મોકલી ચુક્યા છે, જ્યારે હવે બીસીસીઆઈએ પણ નામ મોકલ્યા છે. ખેલ રત્ન એવોર્ડ માટે ઓડિશા સરકારે દુતી ચંદનું નામ પણ મોકલ્યું છે.

આપને જણાવી દઇએ કે, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એ દેશની રમત-ગમતનાં મામલામાં આપવામાં આવતુ સર્વોચ્ચ સન્માન છે. આ માટે નોમિનેશન મોકલવાની અંતિમ તારીખ ૫ જુલાઈ કરવામાં આવી છે. આર અશ્વિન અને મિતાલી હાલમાં ઈંગ્લેન્ડમાં છે જ્યાં ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો પ્રવાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.