ઉમ્મીદ ગ્રુપ આણંદ દ્વારા સતત ચોથા વર્ષે ખીદમતે શહેરીનું નિઃશુલ્ક આયોજન
(પ્રતિનિધિ) નડિયાદ, પોતાની ઉમદા અને હંમેશા આધુનિક સેવાકીય કાર્યો થી માત્ર આણંદ શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશ વિદેશ માં લોકપ્રિયતા પામેલ આણંદ ના નવયુવકો ના ઉમ્મીદ ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે કોરોના ની મહામારી વચ્ચે પણ ખીદમતે શહેરીના સેવાયજ્ઞ ને અવિરત પણે ચાલુ રાખીને આણંદ શહેર ની તમામ હોસ્પિટલ તેમજ શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે સારવાર લઈ રહેલા બહારગામ ના દર્દીઓના સગા સંબંધીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે
રાત્રી ના ૨.૩૦ કલાક થી ૪ કલાક સુધી ઉમ્મીદ ગ્રુપ ના યુવાઓ દ્વારા તમામ હોસ્પિટલમાં દરરોજ હેલ્પલાઇન નંબર પર નોંધાયેલ પાર્સલ ની સુવિધા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે દર્દી તેમજ તેમના સગા સંબંધીઓ ના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી દરરોજ રાત્રે સંપૂર્ણ હાઇજેનિક ફૂડ આધુનિક પેકીંગ સાથે તૈયાર કરવામાં આવે છે,
રાત્રી દરમિયાન ચાલતા આ સેવાયજ્ઞ માં સરકારશ્રી દ્વારા મહામારી થી બચવા બહાર પડાયેલ તમામ ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે આ ઉમદા કાર્ય માં જિલ્લા વિહીવટી તંત્ર દ્વારા પણ સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તે બદલ ઉમ્મીદ ગ્રુપ ના પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ, જિલ્લા પ્રાંત અધિકારી જે.સી. દલાલ, જિલ્લા પોલીસવડા શ્રી અજિત રાજયન,
નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજા તેમજ તમામ રાજકીય પક્ષ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉમ્મીદ ગ્રુપ દ્વારા રાત્રી ભોજન માટે શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર. રિયાઝ રિલ્લુ -૯૭૨૩૨ ૪૨૦૦૦ ટીફૂ કાજલ – ૯૯૨૫૦ ૪૩૨૫૫ ઇમરાન ક્લાસિક -૯૮૭૯૮ ૫૭૭૩૩ સોહેલ મેડિકલ – ૭૭૭૮૮ ૫૪૯૫૧.*