ઉલ્ટા ચશ્માના નટુકાકાના ગળાથી કાઢવામાં આવી ૮ ગાંઠ

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનો રોલ પ્લે કરનાર સીનિયર એક્ટર ઘનશ્યામ નાયકની આ અઠવાડિયાની શરુઆતમાં ગળાની સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી વાત કરતાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટરે કહ્યું કે, હવે મારી તબિયત ઘણી સારી છે. મને મલાડની સુચક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સર્જરી બાદ આજે પહેલો એવો દિવસ છે જ્યારે હું જમ્યો. મારી સર્જરી સોમવારે કરવામાં આવી હતી. પહેલા ત્રણ દિવસ ખૂબ જ કઠિન હતા.
![]() |
![]() |
પરંતુ હવે હું જીવનમાં આગળ જોઈ રહ્યો છું. સીનિયર એક્ટરના ગળામાં ગઠ્ઠા જેવું કંઈ થઈ ગયું હતું અને તેને તાત્કાલિક કાઢવું જરૂરી હતું. ગળામાંથી આઠ ગાંઠ કાઢવામાં આવી છે અને મને ખરેખર નથી ખબર કે આ કેવી રીતે થઈ. આ ગાંઠોને આગળ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી છે, પરંતુ મને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. તે જે કરશે સારું જ કરશે’, તેમ ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું. એક્ટરની સર્જરી ૪ કલાક સુધી ચાલી હતી.
ઘનશ્યામ નાયકે ઉમેર્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેમની સાથે કામ કરી રહેલા ઘણા કલાકારોએ તેમને ફોન કર્યો હતો અને તેમની સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તેમણે મને ફોન પર કહ્યું કે તેઓ સેટ પર મારા પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મને એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ઓછામાં ઓછું નવરાત્રિ પહેલા હું શૂટિંગ શરુ કરી શકીશ તેમ મને લાગતું નથી.