એકાઉન્ટથી પૈસા કપાઇ જશે પણ ટ્રાન્ઝેક્શન ફેઇલ આવશે તો દંડ
નવીદિલ્હી, ઘણી વખત એવું બને છે કે, ડેબિટ કાર્ડમાંથી ટ્રાન્ઝેક્શન ફેઇલ થઇ જાય છે પરંતુ એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. કપાઈ ગયેલા પૈસા ઘણી વખત રિવર્સ થઇ જાય છે જ્યારે ઘણી વખત આ પ્રક્રિયામાં સમય લાગે છે. રિઝર્વ બેંકે આને લઇને હવે એક પરિપત્ર જારી કર્યો છે
જે મુજબ જો રિફંડ પ્રક્રિયામાં સમય કરતા વધારે સમય લાગે છે તો બેંકોને ગ્રાહકોને દંડની રકમ ચુકવવી પડશે. રિઝર્વ બેંક તરફથી સપ્ટેમ્બરમાં એક પરિપત્ર જારી કરીને એક વાત કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફેઇલ ટ્રાન્ઝેક્શન ફ્રોમ ડેબિટકાર્ડના મામલાને પાંચ દિવસમાં ઉકેલવાના રહેશે. સ્વાઈપ મશીન અને આધાર ટ્રાન્ઝેક્શનના મામલા પાંચ દિવસમાં ઉકેલવાના રહેશે.