એપ્રિલથી જુલાઈમાં ૧.૮૯ કરોડ લોકોની નોકરી ગઈ
જૂનમાં ૩૯ લાખ નોકરી ઊભી થઈ, તેની સામે જુલાઈમાં વધુ ૫ લાખ લોકોએ નોકરીઓ ગુમાવી: સીએમઆઈઈ
નવી દિલ્હી, દેશમાં સરેરાશ એમ્પ્લોયમેન્ટનો રેટ સુધર્યો હોવા છતાં જુલાઈ મહિનામાં ૫૦ લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. તે સાથે જ નોકરી ગુમાવનારાઓનો કુલ આંકડો ૧.૮૯ કરોડે પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ આ આંકડો આપતા જણાવ્યું કે, પગારદાર વર્ગ નોકરી વિનાનો થઈ રહ્યાના વધતા આંકડા ચિંતાજનક છે. સીએમઆઈઈ ડેટા જણાવે છે કે, એપ્રિલ મહિનામાં ૧.૭૭ કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી અને બીજા ૧ લાખ લોકોએ મે મહિનામાં નોકરી ગુમાવી. જોકે, જૂન મહિનામાં ૩૮ લાખ નોકરીઓ મળી, તો તેની સામે જુલાઈમાં વધુ ૫૦ લાખની નોકરીઓ ગઈ.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
સીએમઆઈઈએ કહ્યું કે, ‘લોકડાઉન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં નોકરીઓ જવાની બાબતમાં જુલાઈ મહિનો સૌથી ખરાબ રહ્યો છે અને કુલ આંકડો ૧.૮૯ કરોડે પહોંચી ગયો છે.’ સાથે તેણે ઉમેર્યું કે, રિકવરી સ્વસ્થ નથી અને સેલરાઈઝ્ડ જોબ્સ માટે સ્થિતિ ઘણી ખરાબ છે. એવો અંદાજ છે કે, ભારતમાં કુલ નોકરીઓમાંથી સેલેરાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ (નિયમિત પગાર મળતો હોય તેવી નોકરીઓ) માત્ર ૨૧ ટકા છે.
જેથી એપ્રિલમાં નોકરીઓ ગુમાવનારાઓમાંથી તેમનો આંકડો માત્ર ૧૫ ટકા હતો. સીએમઆઈઈએ આગાહ કર્યા છે કે, ‘સેલેરાઈઝ્ડ જોબ્સ સરળતાથી છૂટી જતી નથી, પણ એક વખત છૂટી જાય છે તો ફરી મળવી ઘણી અઘરી હોય છે. એટલે તેનો વધતો આંકડો ચિંતાનજક છે.’ ૨૦૧૯-૨૦ની સરેરાશ કરતા સેલેરાઈઝ્ડ જોબ્સ લગભગ ૧.૯ કરોડ જેટલી ઓછી છે. લોકડાઉનના પહેલા મહિના એપ્રિલમાં ૧૨.૧૫ કરોડ નોકરીઓ જવાનો અંદાજ સીએમઆઈઈએ વ્યક્ત કર્યો હતો. મે મહિનામાં નોકરીઓ જવાનો આંકડો થોડો નીચો ૧૦.૦૩ કરોડ રહ્યો, જે જૂનમાં ઘટીને ૨.૯૯ કરોડ અને જુલાઈમાં ૧.૧૦ કરોડ રહ્યો છે.SSS