Western Times News

Gujarati News

એમેઝોન રિલાયન્સ રિટેલનો ૪૦ ટકાનો હિસ્સો ખરીદશે ?

મુંબઈ: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના લોકલ રિટેલ યુનિટમાં એમેઝોનને નોંધપાત્ર ભાગીદારીની ઓફર આપી છે. જો આ ઓફર ડીલમાં પરિણમી તો હાલ એકબીજાના સ્પર્ધક મનાતા એમેઝોન અને રિલાયન્સ રિટેલ્સ એક જ પ્લેટફોર્મ પર આવી જશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આરઆઈએલએ એમેઝોનને ૨૦ અબજ ડોલરમાં ૪૦ ટકા હિસ્સો ઓફર કર્યો છે.

 

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

જો આ ડીલ થઈ ગઈ તો તે દેશની સૌથી મોટી ડીલ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, એમેઝોને ૨૦૧૯માં ફ્યુચર રિટેલમાં રોકાણ કર્યું હતું, અને તાજેતરમાં જ મુકેશ અંબાણીએ ફ્યુચર રિટેલને ખરીદી લીધી છે. એમેઝોન સિવાય બીજા પણ આંતરરાષ્ટ્રીય ઈક્વિટી ફંડ રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવાની તક શોધી રહ્યા છે.

હાલના નિયમો અનુસાર, ભારતીય કંપનીમાં ૪૯ ટકા જેટલું વિદેશી રોકાણ શક્ય છે. આ સંભવતઃ ડીલના અહેવાલને પરિણામે ગઈકાલે રિલાયન્સનો શેર જોરદાર ઉછળ્યો હતો, અને પોતાની ૫૨ વીકની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ૨૩૧૯ રુપિયાના સ્તરે બંધ રહ્યો હતો.

શેરમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે રિલાયન્સનું વેલ્યૂએશન ૨૦૮ બિલિયન ડોલરે પહોંચ્યું હતું. આ સિમાચિન્હ હાંસલ કરનારી રિલાયન્સ પહેલી ભારતીય અને વિશ્વની ૪૦મી કંપની બની ગઈ છે. હજુ પાંચ વર્ષ પહેલા આરઆઈએલનું વેલ્યૂએશન ૪૩ બિલિયન ડોલર હતું. જોકે, કન્ઝ્‌યુમર ફોકસ્ડ બિઝનેસ જેવા કે ટેલીકોમ અને રિટેલમાં એન્ટ્રી સાથે જ પાંચ વર્ષમાં કંપનીનું વેલ્યૂએશન ચાર ગણું વધી ગયું છે.

રિલાયન્સ એશિયાની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે, અને વૈશ્વિક સ્તરે ૪૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાં રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની છે. છેલ્લા બે વર્ષમાં બીએસઈનું માર્કેટ કેપ ૧૫૫ લાખ કરોડ રુપિયાની આસપાસ યથાવત રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.