એરપોર્ટ ઉપર વિદેશથી આવતાં પ્રવાસીઓ ખોટાં નામ-સરનામાં દર્શાવે છે

બેંગ્લુરુ,મેરઠ, પટના અને છત્તીસગઢમાં વિદેશથી આવેલા ૫૫૬ લોકો ગુમ
નવી દિલ્હી, ભારત દેશમાં ઓમીક્રોનનાં કેસો નોંધાતા સરકાર સતર્ક બની છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટાે ઉપર વિદેશથી આવતાં નાગરીકોનુું સઘન ચેકીંગ શરૂ કરાયું છે. અને એરપોર્ટ ઉપર જ આરટીપીસીઆર ટેસ્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે
પરંતુ આ કામગીરી દરમિયાન સંખ્યાબંધ પ્રવાસીઓ પોતાનાં ખોટાં નામ અને સરનામાં દર્શાવીને બહાર નીકળી ગયાં છે. આવાં ૫૦૦થી વધુ નાગરીકોને શોધવા માટે દેશવ્યાપી કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દેશમાં હાલ આ મુદ્દો ચિંતાનું મુખ્ય કારણ બન્યું છે. આવી ઘટનાઓ બાદ છેલ્લાં બે દિવસથી તમામ એરપોર્ટાે ઉપર પ્રવાસીઓની સઘન તપાસ અને તેમની સંપૂર્ણ વિગતો એકત્ર કર્યા બાદ તેમને બહાર જવા દેવામાં આવે છે.
વિશ્વભરમાં ચિંતાનો વિષય બનેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ત્રણ દર્દી હવે દેશમાં મળી ચુક્યા છે. તેને પગલે નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ફેલાઈ શકે છે. આ જાેખમ એવા લોકોએ વધારી દીધુ છે કે જેઓ ટ્ઠં ઇૈજા કેટેગરી ધરાવતા દેશોથી ભારત આવેલા અને હવે તેમની કોઈ ભાળ મળી રહી નથી. જાે આ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા હશે તો આ નવો વેરિએન્ટ સુપર સ્પ્રેડર બની શકે છે, કારણ કે તેમના કોરોના ટેસ્ટ થયો નથી અને ન તો ક્યાય ક્વોરેન્ટીન થયા છે. આવા ૫૫૬ લોકોને વિવિધ શહેરોમાં શોધવામાં આવી રહ્યા છે.
ભારતમાં ઓમિક્રોનના બે દર્દી કર્ણાટકના બેંગ્લુરુમાં અને એક દર્દી ગુજરાતના જામનગરમાંથી મળી ચુક્યા છે. અન્ય કેટલાક શહેરોમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી મળ્યા છે. જાેકે હજુ તેમનામાં આ વેરિએન્ટની પુષ્ટી થઈ નથી.
ઉત્તર પ્રદેશના મેરઠમાં વિદેશથી ૩૦૦ લોકો પરત ફર્યાં. આ પૈકી ૧૩ લોકોએ ખોટા સરનામા અને જાણકારી આપી ગુમ થઈ ગયા. ન્યૂઝ એજન્સી છદ્ગૈંએ જણાવ્યું છે કે આ પૈકી ૭ લોકો દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યાં હતા. જ્યાં સૌથી પહેલા ઓમિક્રોન વેરિએન્ટ મળી આવ્યો હતો. હવે અધિકારી આ ગુમ લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ચંડીગઢમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલી એક મહિલા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર ભારત આવ્યા બાદ ક્વોરેન્ટીન નિયમોનું ઉલ્લંઘન કર્યાંનો આરોપ છે. મહિલા બુધવારે ભારત આવી હતી અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેને એક સપ્તાહ માટે હોમ ક્વોરેન્ટીન રહેવા કહેવામાં આવ્યું હતું. પણ તે ત્યારપછીના દિવસે ઘરે પરત ફરતા પહેલા હોટેલમાં ચેક-ઈન કરવા માટે આઈસોલેશન તોડી નાંખ્યું.
બેંગ્લુરુ એરપોર્ટ પરથી પણ ઓછામાં ઓછા ૧૦ પ્રવાસીઓ ગુમ થઈ ગયા છે. આ તમામ દક્ષિણ આફ્રિકાના હોવાની માહિતી મળી છે. કર્ણાટકના નાણાં મંત્રી આર અશોકે જણાવ્યું છે કે એરપોર્ટ સિક્યોરિટી, પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ તેને ટ્રેક અને ટેસ્ટ કરવા કામ કરી રહ્યા છે.
આ અગાઉ ૬૬ વર્ષના એક વિદેશી નાગરિક બેંગ્લુરુમાં એક સપ્તાહ માટે રોકાયા બાદ દુબઈ જતી રહી હતી. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત મળેલ આ પ્રથમ વ્યક્તિ હતી. તેણે કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હતા. એરપોર્ટ પર ઉતર્યાં બાદ તેઓ પોઝિટિવ મળી હતી. લક્ષણને લીધે તેને આઈસોલેટ કરવામાં આવેલી. તેના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવેલા હતા.
એક સપ્તાહ બાદ (નવા સ્ટ્રેનની ઓળખ થઈ તે અગાઉ) તેણે શહેરની એક ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે. તેમા તેમનો રિપોર્ટ નેગેટિવ આવેલો. ત્યારબાદ તે દુબઈ જવા નિકળી ગયેલી. તેને ટ્રેક કરવા અને તેને સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભારતમાં એવા કુલ ૨૬૪ લોકો છે. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસમાં વિદેશથી દિલ્હી આવનારા અને ઓમિક્રોનના શંકાસ્પદ ૧૨ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી ૮ દર્દી કોરોના પોઝિટિવ નિકળ્યા છે. ૪ વ્યક્તિનો ટેસ્ટ રિપોર્ટ હજુ આવ્યો નથી. હોસ્પિટલના મેડિકલ બાબતના ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેનની પુષ્ટી માટે તેમના સેમ્પલ જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યા છે.
વિદેશથી છત્તીસગઢના રાયપુર આવેલા ૧૬ લોકોની જાણકારી વહીવટીતંત્રને મળી રહી નથી. આ પૈકી ૧૦ લોકોએ ખોટા નંબર આપ્યા છે અને ૪ લોકો સાથે ફોન પર કોઈ જ વાતચીત થઈ શકતી નથી. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ૨૭ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી વિદેશથી રાયપુર આવનારાની સંખ્યા ૨૪૩ છે.
આ પૈકી અમેરિકા અને બ્રિટનથી આવનારા લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિલાસપુરમાં પણ ૧૭ નવેમ્બરથી અત્યાર સુધીમાં ૫૭ પૈકી ૧૫ લોકોની તપાસ કરી ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. આ પૈકી ેંજીછથી આવેલા બે લોકો પોઝિટિવ મળ્યા છે. અન્ય ૪૨ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
પટનામાં કુલ ૫૬૦ લોકો વિદેશથી પરત ફર્યાં છે. આ પૈકી ફક્ત ૮૫ લોકોને જ ટ્રેસ કરવામાં આવી શક્યા છે. અત્યાર સુધી ૫૫ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૨૦ લોકોના રિપોર્ટની રાહ જાેવાય છે. ગુમ લોકો પૈકી કેટલાક લોકોના મોબાઈલ નંબર બંધ છે. તેમની તપાસ માટે ખાસ ટીમને કામે લગાવવામાં આવી છે.
આ કામમાં પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. આ સપ્તાહે દિલ્હી, મુંબઈ અને ચંડીગઢમાં કોરોનાના ઓછામાં ઓછા ૧૮ કોવિડ કેસ સામે આવ્યા છે. આ પૈકી કેટલાક એવા દર્દી હતા કે જે ભારતના ઓમિક્રોનને લગતી માર્ગદર્શિકા લાગૂ થઈ તે અગાઉ જ ભારતમાં આવી ગયેલા હતા. આ પૈકી કેટલાક લોકો એટ રિસ્ક કેટેગરી ધરાવતા દેશમાંથી પરત ફરેલા.
મધ્ય પ્રદેશના જબલપુરમાં આફ્રિકી દેશ બોત્સવાનાથી એક મહિલા ગુમ થઈ ગઈ હતી. આ મહિલા ૧૮ નવેમ્બરના રોજ દિલ્હી એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટથી જબલપુર આવેલી હતી. ત્યારબાદ તેની કોઈ ભાળ મળી નથી. કેટલાક દિવસ બાદ તે મિલિટ્રી હોસ્પિટલમાં મળી હતી.
આ મહિલા બોત્સવાનાની આર્મી ઓફિસર છે અને ફોરેન એક્સચેન્જ રિસર્ચ પ્રોગ્રામ હેઠળ ૯ મહિલાની તાલીમ માટે આવેલી છે. દિલ્હી એરપોર્ટના એર ઈન્ડિયા અને મહાન એરલાઈન્સના સ્ટેશન મેનેજરને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન ન કરવાને પગલે નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. તેમણે ત્રણ યાત્રીઓને એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને નેગેટીવ ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ અપલોડ કરાવ્યા વગર ઉડાન ભરવાની મંજૂરી માગી હતી.