Western Times News

Gujarati News

પંજાબ ચૂંટણી દરમ્યાન ISIના મોટા હુમલાની આશંકા

નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં પકડાયેલા પાંચ આતંકવાદીઓ પાસેથી ઇનપૂટ મળ્યા છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ક્રિસમસની આસપાસ ગ્રેનેડ અને ટિફિન બોંબનું કન્સાઇનમેન્ટ મોકલવા જઇ રહી છે. તેને છૂપાવવા માટે તે દાણચોરો અને ડ્રોનનો આશરો લેશે.

એવું જાણવા મળ્યું છે કે ડિસેમ્બર મહિનામાં પડી રહેલા ધુમ્મસની આડમાં આતંકવાદીઓ પણ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહયા છે. બીજી તરફ, ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ પોલીસ કસ્ટડીમાં સ્વીકાર્યુ છે કે નવા વર્ષ અને ચૂંટણીમાં આઇએસઆઇ આતંકવાદીઓ દ્વારા કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે.

આ માટે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહી, પાકિસ્તાન ડ્રોન દ્વારા સરહદી વિસ્તારોમાં ગ્રેનેડ અને વિસ્ફોટકો પહોંચાડી ચૂકયું છે. જેનો કેટલોક હિસ્સો પણ પોલીસને મળી આવ્યો છે. પંજાબ પોલીસની ઇન્ટેલિજન્સ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે તરનતારનના રહેવાસી રણજીત સિંહ , લોપોકે નિવાસી સુખવિંદર સિંહ, હોશિયારપુર નિવાસી રાજ સિંહ, જશસીત સિંહ અને સોનુ પાસેથી કુલ ચાર ગ્રેનેડ, પિસ્તોલ અને વિસ્ફોટક મળી આવ્યા છે.

આ આરોપીઓએ કબૂલ્યુ છે કે તેમના માસ્ટર્સ તરફથી આદેશ મળતાં જ તેઓ આ હથિયારો વડે એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાના હતા પરંતુ હજુ સુધી તેમને નિશાન બનાવવામાં આવ્યા નથી. તપાસમાં એ વાત સામે આવી છે કે ધરપકડ કરાયેલા આતંકીઓ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટરના સંપર્કમાં પણ છે.

પોલીસ એવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રહી છે કે આગામી દિવસોમાં ગેગસ્ટરોને જેલમાંથી લાવીને પૂછપરછ કરવામાં આવે. બીજી તરફ બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે સરહદ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી ડ્રોનની અવરજવરને રોકી શકાય. તપાસમાં સામે આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી સંગઠનો દ્વારા જે ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ પંજાબમાં થઇ રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.