ઐયરે પોતાની સફળતાનો શ્રેય ગાંગુલી-રિકીને આપ્યોે

મુંબઈ: દિલ્હી કેપિટલ્સની ટીમના કેપ્ટન અને ભારતીય ટીમના યુવા બેટ્સમેન શ્રેયસ ઐયરે તેમની સફળતાનો શ્રેય બે મહાન ખેલાડીઓને આપ્યો છે. ગૌતમ ગંભીર દ્વારા ૨૦૧૮માં દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ છોડ્યા બાદ ઐયરને ટીમની કમાન સોંપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨ પછી ઐયરની કેપ્ટનશીમાં ૨૦૧૯માં પ્લે ઓફમાં પહેલીવાર દિલ્હી કેપિટલ્સની ક્વોલીફાઈ થઈ હતી.
તે સિઝનમાં ટીમ ત્રીજા નંબરે રહી હતી. કેપ્ટન તરીકેની તેની પહેલી મેચમાં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૪૦ બોલમાં ૯૩ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. ઐયરે આ ઈનિંગ્સ પછી પાછળ જોયું નહીં. આઈપીએલમાં કેપ્ટન તરીકેની સહનશક્તિ બતાવ્યા બાદ તેણે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ હતું. ઐય્યરે કહ્યું હતું કે, ૨૦૧૯ની સિઝનમાં તેમની સાથે સૌરવ ગાંગુલી અને રિકી પોન્ટિંગ આ બે મહાન પૂર્વ કેપ્ટન હતા. તેઓએ મારું કાર્ય સરળ બનાવ્યું હતુ. ગાંગુલી માર્ગદર્શક તરીકે દિલ્હી કેપિટલ સાથે સંકળાયેલા હતા અને પોન્ટિંગ ટીમના મુખ્ય કોચ હતા. ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર પર બનાવી છે.
ઐય્યરે વધુમાં કહ્યું કે બંને દિગ્ગજોને કારણે મારું કામ ખૂબ જ સરળ થઈ ગયું. તેમની સાથે હોવાથી મારામાં આત્મવિશ્વાસ પેદા થયો કે હું પણ મારી રમતથી લોકોના હૃદયમાં સ્થાન બનાવી શકું છું અને ટીમ ઈન્ડિયા માટે પણ દાવો રજૂ કરી શકું છું. જ્યારે ઐય્યરને દિલ્હી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી હતી, ત્યારે ભારતીય ટીમમાં તેને સ્થાન મળ્યું ન હતું. હવે તે ટીમ ઈન્ડિયા તરફથી ચોથા નંબર પર રમનાર મહત્વપૂર્ણ બેટ્સમેન બની ગયો છે.
આર.અશ્વિન, શિખર ધવન, ઈશાંત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ પણ આ સિઝનમાં દિલ્હીની ટીમમાં હાજર છે. તેમણે સિનિયર ખેલાડીઓથી ભરેલી ટીમની કપ્તાની કરવા વિશે કહ્યું કે, બધા ખેલાડીઓ લાજવાબ છે. ક્યારેય કોઈએ ફરિયાદ કરી નથી. દરેક મારા ર્નિણયને સમર્થન આપે છે. તેઓ જાણે છે કે હું એક યુવાન કેપ્ટન છું. તેમની સલાહ મારા માટે ખૂબ મહત્વની છે. હું તેમની સલાહ લેતો જ રહ્યો છું.