કચ્છથી કાન્સ ફેસ્ટિવલ સુધી પહોંચનાર કચ્છી પ્રોડ્યુસર વિનોદ ભાનુશાલીનો દબદબો
કચ્છથી કાન્સ ફેસ્ટિવલ સુધી પહોંચનાર કચ્છી પ્રોડ્યુસર વિનોદ ભાનુશાલીનો દબદબો
*ગુલશન કુમાર સાથે ટી – સીરીઝ કંપનીમાં કારકીર્દી ની શરૂઆત કરનાર ભાનુશાલી મુળ અબડાસા કચ્છ ભવાનીપરના છે*
કાન્સ : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં જ્યારે દુનિયાભર ના Hollywood અને Bollywood ના દિગ્ગજ કલાકારો ડાયરેક્ટસ્ અને પ્રોડ્યુસરસ્ નો જમાવડો હતો ત્યારે ત્યાં એક કચ્છી
પ્રોડ્યુસર ગુજરાતી પહેરવેશ માં નજરે ચડ્યા હતા.. જેમનું નામ છે શ્રી. વિનોદ ભાનુશાલી પોતાની આગામી ફિલ્મ ” સફેદ ” નું પોસ્ટર લોન્ચિંગ કાન્સ ફેસ્ટિવલ માં વર્લ્ડ ફેમ્સ મ્યુઝીક ડાયરેક્ટર એ. આર. રહેમાન ને કર્યું હતું,
મૂળ ભવાનીપર , તા. અબડાસા – કચ્છ હાલે મુંબઈ શ્રી. વિનોદ પ્રધાનભાઈ ભાનુશાલી ને બહુજ ઓછા લોકો જાણે છે કે તેઓ
ટી – સીરીઝ ગુલશનકુમાર સાથે પોતાના કેરીયર ની શરૂઆત કરી હતી,
ત્યાર બાદ ટી – સીરીઝ ના માઈલ સ્ટોન બની ગુલશનકુમાર ના દિકરા ભૂષણકુમાર સાથે કંપની ના મહત્વ ના હોદા પર રહી ને મોટા સ્ટાર્સ અને મોટા બેનર્સ ની ફિલ્મો રીલીઝીસ થી માંડી માર્કેટીંગ સુધી નું કામ સંભાળતા,
તેમના બોલિવુડ ઇન્ડસ્ટ્રી ના દિગ્ગજ મિત્રો માં અમિતાભ , હૃતિક રોશન, સલમાન , શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, રણવીરસિંહ , બાહુબલી પ્રભાસ વિગેરે થી નજીક ના સબંધો ધરાવે છે તાજેતર માં જ તેમણે પોતાની
હિટ્ઝ મ્યુઝિક અને ભાનુશાલી લિજેન્ડ સ્ટુડિયો
ફિલ્મ પ્રોડ્યુસર કંપની નું નિર્માણ કરેલ છે , સામાજીક અને લાઈવ વિષય પર ફિલ્મ બનાવવાના વિચારો ને સિદ્ધ કરતાં તેઓ એ સમાજ માં નારી ની કાર્યશેલી દર્શાવતી ફિલ્મ
*” જન હિત મે જારી હે “*
કૉમેડી સાથે આત્મ નિર્ભર નારી સાથે સમાજ ને નવું દ્રષ્ટિકોણ આપતી આ ફિલ્મ તા. ૧૦ જૂન ના રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ નું ટેલર પણ અત્યાર સુધી લાખો લોકોએ પસંદ કરી ફિલ્મ રીલિઝ ની રાહ જોઈ રહ્યા છે,
આ ફિલ્મ એન્ડ મ્યુઝીક કંપની માં તેમના ભાઈ શ્રી ભાવેશભાઈ કે જેઓ અગાઉ ટી – સીરીઝ માર્કેટીંગ હેડ ઓફ ઇન્ડિયા નો કાર્યભાર સંભાળેલ હાલમાં તેઓ શ્રી વિનોદભાઈ સાથે ફિલ્મ નિર્માણ કાર્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે જ્યારે નાના ભાઈ શ્રી અરવિંદભાઈ ભાનુશાલી લાઇન પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે