કચ્છના ઝૂરા કેમ્પમાં વસતા શરણાર્થીને નાગરિકત્વ મળશે

પ્રતિકાત્મક
૨૦૦૯માં પાકિસ્તાનથી ગુજરાત આવ્યા હતા ૨૦૦૯માં ગુજરાતના પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ આવ્યા અને ૨૦૧૧માં શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા
ગાંધીનગર, કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ જૈન શીખ પારસી ઈસાઈ સહિતના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે એક સેન્ટર ઉભુ કરવામાં આવશે. જે અંતર્ગત કચ્છમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને પણ અહીંની નાગરિકતા મળશે.
વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાનથી ગુજરાતના પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ અહીં આવ્યા હતા અને ત્યારબાદ ૨૦૧૧માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા. હાલમાં તેઓ ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં રહે છે પરંતુ તેમને કોઈ જાતની સવલત મળતી નથી કારણ કે એમના પાસે ભારતનું નાગરિકત્વ નથી. ૨૦૧૮માં તેઓએ કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓને નાગરીકત્વ મળ્યું નથી.
સુરાજી સોઢા (શરણાર્થી) એ જણાવ્યું હતું કે ઝુરા કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના બે પરિવાર રહે છે. ૧૯૭૧માં પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓ ના ઘણા પરિવારો અહીં આવ્યા અને એમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે. આ શરણાર્થીઓના સગા સંબંધીઓ પણ અહીં રહે છે. પરંતુ પાછળથી જે લોકો આવેલા છે એમને હજુ સુધી નાગરિકત્વ મળ્યું નથી.
માધુભા સોઢા (અગ્રણી) એ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ પાસે એમના કોઈ ઓળખ પત્ર કે જન્મના દાખલા વગેરે કોઈ આધાર પણ નથી. જેના જેથી તેમના પરીવારજનોને કોઈ નોકરી કે કમ્પનીઓમાં કામ મળતું નથી. પરિણામે તેઓ છૂટક મજૂરી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે.
હવે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સીએએ હેઠળ તેમને ભારતની નાગરિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેમને તમામ સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને એમનો ઓળખ પણ થશે. જેથી એમને એમના પાસે ઓળખ પત્ર હોવાથી કામકાજ મળી રહેશે નોકરીઓ પણ મળશે પરિણામે આ શરણાર્થીઓમાં ખુશી છવાઈ જશે.
એવી પણ લાગણી આ લોકોએ વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારના સીએએ હેઠળ અમને નાગરિકત્વ મળશે એટલે અમને બધી સવલતો મળશે અને અમારા છોકરાઓને નોકરી મળશે હવે અને અમે ખુશ થઈને બધાને મીઠાઈ વેંચીશું.