Western Times News

Gujarati News

કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે ૪૩.૩૧ લાખની ઠગાઇ

પ્રતિકાત્મક

ભુજ: બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે ૪૩.૩૧ લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા ૧૮ મોબાઇલ નંબર એક એકાઉન્ટ નંબર અને ઇમેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફ્રેન્ડશીપ કલબમાં જાેડાવવા અને બોડી સમાજ તેમજ સ્પાના નામે ભુજના બિલ્ડર સાથે ચીટર ટોળકી પાંચ મહિનાથી ઠગાઇ કરી રહી હતી ફ્રેન્ડશીપ કલબમાં મહિલા સભ્યોની નોંધણી બાદ સારા વળતરની લાલચ આપી ઠગાઇ આચરી હતી રજીસ્ટ્રેશનના નામે અજાણ્યા શખ્સોએ ટુકડે ટુકડે રૂપિયા ૪૩,૩૧,૧૬૦ની માતબર રકમની ઠગાઇ આચરવામાં આવી છે.

આ મામલે ભોગ બનનારે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ૧૮ મોબાઇલ નંબર બેંક એકાઉન્ટ નંબર અને ઇ મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.