કચ્છ જિલ્લાના દિનદયાલ કંડલા પોર્ટની મુલાકાત લેતા રાજ્યપાલ
ભુજ, કચ્છ જિલ્લામાં આવેલ દીનદયાળ પોર્ટ તરીકે જાણીતા કંડલા બંદરની માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન પોર્ટ ફ્રન્ટ વોટર એરીયા, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, કાર્ગો જેટી ૧ થી ૧૬ અને લિક્વિડ જેટીની ટગ-ફેરીમાં બેસીને મુલાકાત લીધી હતી. તેમજ પોર્ટની કામગીરી વિષે અવગત થયા હતા. લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી રાજ્યપાલશ્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે પોર્ટના અધ્યક્ષશ્રી એસ.કે. મહેતા, પોર્ટના ચેરમેનશ્રી સંજય મહેતા, ઉપાધ્યક્ષશ્રી નંદીશ શુક્લ, ડેપ્યુટી કન્ઝર્વેટરશ્રી કે. મોહંતી, સિનિયર ડેપ્યુટી ટ્રાફિક મેનેજર સુદીપ્તો બેનર્જી, ચીફ એન્જિનિયર મુર્ગદાસ, સી.આઇ.એસ.એફના કમાન્ડન્ટશ્રી અભિજીત કુમાર, પોર્ટ પ્રવક્તા શ્રી ઓમ પ્રકાશ દદલાની ઉપસ્થિત રહ્યા હતા.HS