કપિલ શર્માએ કંગના રનૌતને પૂછ્યું, બહુ દિવસો થઇ ગયા, તારો કોઇ વિવાદ થયો નથી
મુંબઈ, લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા પોતાના કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના નવા સિઝનની શરૂઆત કરી ચૂક્યો છે. શો માં ફરી એક વખત બધા કલાકારો જાેશમાં જાેવા મળી રહ્યા છે. શો માં આ વખતે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત ગેસ્ટ તરીકે જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે કંગના હાલના દિવસોમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ થલાઇવીના પ્રમોશનમાં વ્યસ્ત જાેવા મળી રહી છે.
કંગના આ શો પર પોતાની આવનારી ફિલ્મ થલાઇવીનું પ્રમોશન કરવાની છે. મેકર્સે આ એપિસોડનો એક પ્રોમો જાહેર કર્યો છે. જેમાં શો ના બધા કાસ્ટ ગણેશ વંદના કરતા જાેવા મળે છે. પ્રોમો વીડિયોમાં કપિલ કંગનાને કહે છે કે અત્યારે તમે આવવાના હતા તો પહેલા ઘણી બધી સિક્યોરિટી આવી, અમે તો ડરી ગયા કે અમે એવું તો શું કહી દીધું? આટલી બધી સિક્યોરિટી રાખવી હોય તો શું કરવું પડે છે આદમીએ? કપિલના આ સવાલનો જવાબ આપતા કંગના કહે છે કે આદમીએ ફક્ત સાચું બોલવું પડે છે.
આ પછી બધા હસવા લાગે છે. બીજી જ ક્ષણે કપિલ કંગનાને બીજાે સવાલ કરે છે. કપિલ પૂછે છે કે કેવું લાગી રહ્યું છે, આટલા દિવસો થઇ ગયા કોઇ કન્ટ્રોવર્સી થઇ નથી? તેના પર જવાબ આપવાના બદલે કંગના ફક્ત ખડખડાટ હસી પડે છે. સોશિયલ મીડિયા પર કપિલના શો નો આ પ્રોમો વાયરલ થઇ રહ્યો છે.
કંગનાની ફિલ્મ થવાઇવીને વિજયે ડાયરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યુસર વિષ્ણુ વર્ધન ઇંદુરી અને શૈલેશ આર સિંહ છે. હિતેશ ઠક્કર અને થિરુમલ રેડ્ડી તેના કો પ્રોડ્યુસર છે. થલાઇવી ૧૦ સપ્ટેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.SSS