Western Times News

Gujarati News

ક્વોરેન્ટાઈન થયેલા ગણપતિ બાપ્પા બારી પાસે બેઠા

વડોદરા, ભાદરવા સુદ ચોથનો પર્વ એટલે ભગવાન ગણપતિની પૂજા-આરાધનાનો વિશેષ દિવસ. દેશભરમાં આજે ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી. ધાર્મિક માન્યતા મુજબ ગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના રોજ મધ્યકાળમાં સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો.

આથી આ ચતુર્થી ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આજના શુભ દિવસે ભગવાન ગણેશની સ્થાપના સાથે ગણેશોત્સવ પર્વની શરૂઆત થાય છે જે ૧૦ દિવસ સુધી ચાલે છે. ૧૦માં દિવસે અનંત ચૌદશના દિવસે ગણેશોત્સવનું સમાપન થાય છે.

શુભ મુહૂર્ત જાેઈને ઢોલ-નગારા સાથે ભારે ઉત્સાહપૂર્વક ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. વડોદરાના મૂર્તિકાર દક્ષેશ જાંગીડએ યુનિક અને અલગ અલગ થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવી છે.

કલાકાર દક્ષેશ જાંગીડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અભિનેતા સોનું સુદ સાથે ગણેશજીની મૂર્તિ બનાવી છે. નરેન્દ્ર મોદી અને સોનું સુદને વેક્સિન અને ઓક્સિજન બોટલ સાથે દર્શાવ્યા છે. આમ, કોરોના સંક્રમણની કામગીરીને કલાકારે મૂર્તિના સ્વરૂપે બિરદાવી છે. આ સાથે જ તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનારા નિરજ ચોપડા સાથે પણ ગણેશજીની મૂર્તિ બનાવી છે.

કોરોનામાં ઘરે ક્વોરનટાઈન થયેલા ગણેશજી બારીમાંથી બહારનો નજરો જાેતા હોય તેવી ગણેશજીની મૂર્તિ પણ બનાવી છે. સોખડા મંદિરના હરી પ્રસાદ સ્વામીજી સાથે પણ ગણેશજીની મૂર્તિ અદભૂત લાગે છે. ગણેશ ખેડૂત બની હળ ચલાવતા હોય તેવુ પણ દ્રશ્યમાન થાય થાય છે. ગણેશજી કોરોના વેક્સિન લઈને આવ્યા હોય તેવી ડિઝાઈન કરી છે. આમ, અવનવી થીમ આધારિત મૂર્તિ લેવા ગણેશ ભક્તોમાં ક્રેઝ જાેવા મળ્યો છે. ગણેશ ભક્તોએ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.