Western Times News

Gujarati News

પ્રસૂતિ વોર્ડમાં સતત ત્રણ દિવસ ફરજ બજાવનાર નર્સને ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ માટે પસંદ કરાઈ

સયાજી હોસ્પિ.ના નર્સની રાષ્ટ્રીય કક્ષાના ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ માટે પસંદગી

(માહિતી) વડોદરા, સયાજી હોસ્પિટલ અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફમાં તેઓ ભાનુ સિસ્ટર ના હુલામણા નામે જાણીતાં છે.તેમનું આખું નામ ભાનુમતી સોમાભાઈ ઘીવાલા છે.

ભારતીય ઉપચર્યા પરિષદ એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે નર્સિંગ ના ક્ષેત્રમાં પદમશ્રી ગણાય તેવા,૨૦૨૦ ના ફ્લોરેન્સ નાઇટિંગેલ રાષ્ટ્રીય એવોર્ડ માટે તેમની પસંદગી કરી છે.જેનાથી સયાજી હોસ્પિટલ અને આખા ગુજરાતના નર્સિંગ પરિવારનું ગૌરવ વધ્યું છે.

નર્સિંગ પ્રોફેશન ના આદ્ય સ્થપાક ગણાય તેવા અને જેમને આખી દુનિયા દયાની દેવી કે લેડી વિથ ધી લેમ્પ ના નામે ઓળખે છે તેવા ફ્લોરેન્સ નાઈટિંગેલ નું નામ જેની સાથે જાેડાયેલું છે તેવો આ એવોર્ડ કરુણા અને માનવતા,સહૃદયતા અને સંવેદનાથી મઘમઘતી સમર્પિત દર્દી સેવા માટે આપવામાં આવે છે.તેની પસંદગી રાષ્ટ્રીય સ્તરે થાય છે.

ભાનુબેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગની તાલીમ પૂરી કરીને રાજ્યની આરોગ્ય સેવામાં રાપર થી કારકિર્દી શરૂ કરી હતી.તે પછી પાલનપુર અને ૨૦૦૦ ની સાલ થી વડોદરામાં સેવા આપી રહ્યાં છે.

ચંદીગઢમાં ગાયનેક નર્સિંગ ની વિશેષ તાલીમ મેળવીઃ તેમણે સરકારી આરોગ્ય સેવામાં રહીને ચંદીગઢમાં ગાયનેક નર્સિંગ ની વિશેષ તાલીમ મેળવી છે અને તે પછી એન.પી.એમ.ની લાયકાત પ્રાપ્ત કરી છે.તેમની પ્રસુતિ ને લગતી નર્સિંગ સેવાઓમાં નિપુણતા સલામત પ્રસૂતિ અને માતા અને

નવજાત શિશુની સ્નેહ સાથે સારસંભાળ લેવાની ધગશને પગલે તેમને મોટેભાગે લેબર રૂમની ફરજાે સોંપવામાં આવે છે.તેઓ કહે છે કે આ એક એવી ફરજ છે જે તબીબો,નર્સિંગ અને સહાયક સ્ટાફના સંપૂર્ણ સંકલન અને સહયોગ થી સફળ થાય છે. સયાજીમાં અમે એક ટીમ તરીકે કાર્ય કરીને અઘરામાં અઘરી પ્રસૂતિ અને બાળ સંભાળના પડકારોનો સફળ સામનો કરી શકીએ છે.

અલ્ટરનેટીવ બર્થીંગ પોઝિશન ની તાલીમ મેળવીઃ ભાનુબેન જણાવે છે કે અમે મનમાં દૃઢ થઈ ગયેલી પરંપરાગત રીતે પ્રસૂતિ કરાવતા. આગે સે ચલી આતી ની પ્રથાને અનુસરતા.જાે કે ૨૦૧૯ માં અલ્ટરનેટિવ બર્થિગ પોઝિશન ની તાલીમ લીધા પછી સગર્ભા/ પ્રસૂતાને ચલાવવી,બેસાડવી, લિકવિડ ખોરાક આપવો,કસરત કરાવવી જેવી બાબતોને અમારી કામગીરીમાં વણી લીધી છે.

પ્રસૂતિ વોર્ડના ચારે તરફ ભરાયેલા પાણી વચ્ચે સતત ત્રણ દિવસ ફરજ બજાવીઃ બે વર્ષ અગાઉ વિશ્વામિત્રીમાં આવેલા ઘોડાપૂર વખતે વોર્ડની ચારે તરફ પાણી ફરી વળ્યા હતા. મગરોને ફરતા જાેઈ શકાતા.તે વખતે સતત ત્રણ દીવસ રેસીડેન્ટ તબીબો અને સહાયક સ્ટાફ સાથે બજાવેલી ફરજાે આજે પણ યાદ આવે છે.

પ્રથમ કોરોનાગ્રસ્ત સગર્ભાની પ્રસૂતિ: સયાજી હોસ્પિટલમાં કોરોનાથી ચેપગ્રસ્ત પ્રથમ સગર્ભાની પ્રસૂતિની પડકારજનક કામગીરી સાથે તેઓ જાેડાયેલા હતા.તે સમયે આ રોગ અંગે આખા રુક્મિણી ચેનાની પ્રસૂતિ ગૃહમાં ભયની લાગણી વ્યાપેલી હતી.માતા અને નવજાત બાળકને અલગ રાખવા પડ્યા ત્યારે માતાનું કલ્પાંત જાેઈને ભાનુબેનનું હૃદય દ્રવી ઉઠ્‌યું હતું.

તેઓ બીજા દિવસે વહેલા હોસ્પિટલ પહોંચી ગયાં હૈષ્ઠે માં રાખવામાં આવેલા બાળકનો વિડિયો ઉતારી, માતાને મોબાઈલ કરી તેને આશ્વસ્ત કરી હતી.આ ઘટના પછી તેમણે સામે ચાલીને પ્રસુતાઓ માટેના કોરોના વોર્ડમાં ફરજાે માંગી લીધી હતી.

ભાનુબેન અઠવાડિયાના ૬ દિવસની સરકારી ફરજાે પછી રવિવારે રામકૃષ્ણ મિશન ના સેવક તરીકે કલાલી કેન્દ્રમાં ત્રણ કલાક બાળ આરોગ્ય સંભાળની સેવાઓ આપે છે. આમ,તેઓ લગભગ સપ્તાહના સાતેય દિવસ દર્દીઓની પરિચર્યામાં વ્યસ્ત રહેવાની સાથે પારિવારિક સારસંભાળ ની કાળજી સુપેરે લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.