Western Times News

Gujarati News

સુરત SoGએ 1800 કિમી પીછો કરી ડ્રગ્સ માફીયાને UPથી દબોચ્યો

૧ કરોડના એમડી ડ્રગ્સ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા-પોલીસે ઉન્નાવ-બારાબાંકીમાં વેશ પલ્ટો કરી ઓપરેશન પાર પાડયું

(એજન્સી)સુરત, રામપુરાથી ગત સપ્તાહે ઝડપાયેલા રૂપિયા ૧ કરોડના એમડી ડ્રગ્સ પ્રકરણમાં બે ડ્રગ્સ માફીયા પૈકી એકનો ૧૮૦૦ કિમી સતત પીછો કરી યુપીના બારાબાંકીથી પકડી પાડવામાં એસઓજીની ટીમને સફળતા સાંપડી હતી. યુપીના ઉન્નાવ અને બારાબાંકી ખાતે ધામા નાંખી એસઓજીની ટીમે અલગ અલગ વેશ પલ્ટો કરી સતત ફિલ્ડીગ ભર્યા બાદ મળસ્કે બારાબાંકીની દરગાહ બહારથી આરોપી કાસીફ પસીનાને દબોચી લીધો હતો. surat-police-capture-drug-mafia-after-1800-km-chase

મળતી વિગતો પ્રમાણે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે રામપુરામાં લાલમીયા મસ્જીદ સામે મદ્રેસા ઈસ્લામીહા સુફીબાગ શાખા પાસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. અહી બર્ગમેન મોપેડ અને બાઈક પર આવેલા યુવકો પોલીસને જોઈ ડ્રગ્સના થેલા ફેકી ભાગી છૂટયા હતા.

પોલીસને બેગમાંથી અધધ રૂ.૧ કરોડથી કિમતનું ૧ કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ભાગી છૂટેલા બે આરોપી મોહમંદ કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ અને શહેબાઝ ઈર્શાદ હુસૈન ખાનને વોન્ટેડ જાહેર કરાયા હતા. બીજી તરફ એસઓજીની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવામાં જોતરાઈ ગઈ હતી.

દરમ્યાન બે આરોપી પૈકી કાસીફ પસીના મુંબઈ તરફ ભાગ્યો હોવાની મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે મુંબઈ જવા નીકળી હતી જોકે, એસઓજીની ટીમે મુંબઈ પહોંચે તે પહેલાં આરોપી કાસીફ યુપી તરફ ભાગી ગયો હતો. એસઓજીની ટીમે ટેકનીકલ સર્વેલન્સની મદદથી પીછો કરતી યુપી પહોચી હતી. અહી ઉન્નાવમાં ધામા નાંખ્યા બાદ પોલીસે બારાબાંકી પહોચી હતી.

બારાબાંકીમાં એસઓજીના સ્ટાફે સ્થાનીક ગ્રામજનો તથા મુસ્લીમોના વેશ ધારણ કયો હતો. ભારે રઝળપાટના અંતે બારાબાંકીમાં દેવા શરીફ દરગાહમાં આરોપી છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે આખી રાત દરગાહ બહાર ફિલ્ડીગ ભરી હતી. અને આખરે મળસ્કે કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ દરગાહમાંથી બહાર નીકળતા જ પોલીસે તેને દબોચી લીધો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.