કરીના કપૂર-અમૃતા અરોરાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ
મુંબઈ, બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અમૃતા અરોરાને કોરોના થયો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે આ બંને અભિનેત્રીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બંને અભિનેત્રીઓના સંપર્કમાં આવેલા લોકોને કોવિડ-૧૯ (આરટી-પીસીઆર) ટેસ્ટ કરાવવાનું કહ્યું છે.
જાેકે, બીએમસી એ દાવો કર્યો છે કે આ બંને અભિનેત્રીઓએ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. બીએમસીએ જણાવ્યું હતું કે, અભિનેત્રી કરીના કપૂર ખાન અને અમૃતા અરોરાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને અભિનેત્રીઓએ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને ઘણી પાર્ટીઓમાં સામેલ રહી હતી. બીએમસી એ આ બંનેના સંપર્કમાં આવેલા લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
કરીના અને અમૃતા અરોરા વચ્ચે ઘણી સારી મિત્રતા છે અને તાજેતરમાં જ તેઓ રેહા કપૂરની પાર્ટીમાં જાેવા મળી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, કરીનાની મેનેજર અને મસાબા ગુપ્તા પણ હતી. કરીનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસ્વીર શેર કરી હતી. આ ઉપરાંત કરીનાએ કરણ જાેહરની રિયુનિયન પાર્ટીમાં પણ હાજરી આપી હતી. આ પાર્ટીમાં મલાઈકા, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા અને અર્જુન કપૂર પણ હતા. આ તમામ લોકો કભી ખુશી કભી ગમના ૨૦ વર્ષની ઉજવણી માટે એકઠા થયા હતા.
કરીના કપૂરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આવશે જેમાં તે આમિર ખાન સાથે જાેવા મળશે. આ ફિલ્મ હોલીવૂડની ક્લાસિક ફિલ્મ ધ ફોરેસ્ટ ગમ્પનું ઓફિશિયલ એડેપ્શન છે.
ફોરેસ્ટ ગમ્પમાં ટોમ હેન્ક્સ મુખ્ય ભૂમિકામાં હતો. આ ઉપરાંત તે તખ્તમાં પણ જાેવા મળશે જેમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જાન્હવી કપૂર અને અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે.
નોંધનીય છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ફફડાટ ફેલાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના ડેટા પ્રમાણે ભારતમાં ૭,૩૫૦ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૩,૪૬,૯૭,૮૬૦ થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૯૧,૪૫૬ થઈ ગઈ છે જે ૫૬૧ દિવસમાં સૌથી ઓછી છે.SSS