કરોલ ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિરનો નવમો મો પાટોત્સવ ઉજવાયો
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કરોલ ખાતે આવેલ શ્રી મહાકાલી માતાજી ના મંદિર ખાતે એક દિવસ્ય નવમો પાટોત્સવ મહોત્સવ યોજાયો હતો જેમાં માઇ ભકતો એ મા ના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.
પ્રાંતિજ તાલુકા ના કરોલ ખાતે આવેલ શ્રી મહાકાલી માતાજી ના મંદિર નો નવમો એક દિવસ્ય પાટોત્સવ ઉજવાયો હતો
જેમાં યજ્ઞ , મહાઆરતી , નવચંડી યજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરોલ ગામના 20 માઇભક્તો એ લાભ લીધો હતોો.
જેમાં યજ્ઞ ના મુખ્ય યજમાન તરીકે પટેલ રોહિતભાઈ જગદીશભાઈ એ લાભ લીધો હતી જેના ભાગ રૂપે યજ્ઞ ના યજમાન ના શાસ્ત્રી તરીકે સુરેશભાઈ વ્યાસ દ્વારા યજ્ઞ ની વિધિવત પૂજા કરાવી હતી
જેમાં ગામના યુવા વર્ગ દ્વારા મહા પ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવ ના ભાગ રૂપે ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને આખુ ગામ ભકિત મય બન્યુ હતું
તો ગામજનો સહિત આજુબાજુ ના ગામજનો દ્વારા માતાજીના દર્શન કરી આરતી સહિત વિવિધ કાર્યક્રમો માં હાજર રહીને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી તો આ એક દિવસ્ય પાટોત્સવ ને સફળ બનાવવા માટે કરોલ ગામના રામદેવ પીર યુવક મંડળ ના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી .