‘કસૌટી જીંદગી કી ૨’ નો છેલ્લો એપિસોડ શૂટ કરવામાં આવ્યો
મુંબઈ: કસૌટી જીંદગી કી ૨માં બે વર્ષની જર્નીએ એક્ટ્રેસ ચારવી સરાફને નામના અને દર્શકોનો પ્રેમ અપાવ્યો છે. સીરિયલમાં પ્રેરણા એટલે કે એરિકા ફનાર્ન્ડિસની બહેન શિવાનીનો રોલ કરનાર ચારવીને દર્શકોએ ખૂબ પસંદ કરી. શો હવે ઓફ-એર થવાનો છે ત્યારે એક્ટ્રેસે તે શોને કેટલો મિસ કરશે તે અંગે વાતચીત કરી છે. શોનો હાલનો ટ્રેક ચારવીના કેરેક્ટર શિવાનીના લગ્ન પર હતો અને તેના કારણે શોમાં સેલિબ્રેશનના ઘણા એપિસોડ બતાવવાના હતા, જેમાં બધાને મજા પણ આવી રહી હતી.
જો કે, કેટલાક કારણોસર શો પર પડદો પાડી દેવાનો મેકર્સે ર્નિણય લેતાં સેલિબ્રેશન રોકી દેવામાં આવ્યું. એક્ટ્રેસે કહ્યું કે, દુર્ભાગ્ય રીતે, આંખના એક જ ઝબકારામાં આ બધું બની ગયું. છેલ્લા ઘણા સમયથી સીરિયલ બંધ થઈ જવાની હોવાના ન્યૂઝ હતા પરંતુ અમારામાંથી કોઈ માનવા તૈયાર નહોતું.
પરંતુ આખરે એક દિવસ અમને છેલ્લા એપિસોડની તારીખ જાણવા મળી, જે અમારા માટે આંચકા સમાન હતી. આ મોટો શો છે. સૌથી આઘાતજનક બાબત તો એ હતી કે મને ખબર પણ નહોતી કે ૧૦ સપ્ટેમ્બરે મારા શૂટિંગનો છેલ્લો દિવસ હતો. ચારવીના મનમાં કોઈ ફરિયાદ નથી તે માત્ર તેની સારી યાદોમાં પરત જવા માગે છે.
આ શોનો જે પણ ભાગ હતા તેઓ આ સમયને ખૂબ યાદ કરશે. શોમાંથી મને ઘણુ શીખવા મળ્યું છે અને દિવસો પસાર થતાની સાથે હું સારી પર્ફોર્મર બની છું. મારા માટે આ સુંદર જર્ની હતી અને મેં જે શો કર્યા તેમાં સૌથી લાંબો ચાલેલો શો હતો. ફેન્સે મારા કેરેક્ટર અને બહેનો વચ્ચેની કેમેસ્ટ્રીને કેટલો પ્રેમ આપ્યો તે બાબતને હું હંમેશા યાદ રાખીશ. મારા કેટલાક કો-એક્ટર્સ તો મારા પરિવાર જેવા થઈ ગયા છે. સેટ પર જે રીતે મસ્તી થતી હતી અને હસતા હતા તેને કાસ્ટ અને ક્રૂ ખૂબ યાદ કરશે.
શોના બધા એક્ટર્સને તે સાથે મળી શકશે તેવી ચારવીને આશા છે. આ શોની ફેન ફોલોઈંગ વધારે છે. મને લાગે છે કે શો બંધ થઈ રહ્યો હોવાનું સાંભળીને તેમને પણ દુઃખ થયું હશે. મને શિવાની તરીકે પ્રેમ આપનાર દરેક દર્શકોનો આભાર. બાલાજીના આઈકોનિક શોનો ભાગ બનવું તે હકીકતમાં દરેકનું સપનું હોય છે. દરરોજ શોના સેટ પર જવાને અને મારા કેરેક્ટરને મિસ કરીશ. એરિકા અને પાર્થ સહિત શોના બધા કલાકારો શૂટિંગના છેલ્લા દિવસે મળશે તેવી આશા રાખું છું અથવા તો અમે બે વર્ષના દિવસોને ફરીથી યાદ કરવા માટે ભેગા થઈશું.