કાપડનો વેપારી એક કિલો સોનું ૪ લાખમાં લેવા જતા છેતરાયો
જામનગર, જામનગરના પંડિત નહેરૂ રોડ પર આવેલ નિયો સ્કવેરમાં જાેધપુર રજવાડુ નામની કપડાની દુકાન ચલાવતા રાજસ્થાનના પોકરણના વતની દેવીસીંગ હેમતસીંગ ભાટીએ સિટી બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે પોતાની કપડાની દુકાને રાજસ્થાનના સિહોરીના નિવાસી પંકજ મોટારામ, રમેશ મોટારામ એક મહિલા સાથે આવેલ હતા
અને પોતાને વિશ્વાસમાં લઈ એક સોનાનો ચેઈન આપેલ હતો અને તે સાચો હોવાનો વિશ્વાસ કરાવતા જણાવેલ હતું કે આ ચેઈન તેઓને જુનાગઢમાં મિસ્ત્રી કામ કરી રહયા હતા ત્યારે મળેલ છે જે એક કિલો ગ્રામનો છે અને અત્યારે અમારે ચાર લાખ જાેઈએ છે
ત્યારે આ રાજસ્થાનના કપડાના વેપારી ચાર લાખમાં એક કિલોનો ચેઈન લેવાની લાલચમાં રાજસ્થાનીઓનો જ વિશ્વાસ કરી ચાર લાખ ચુકવી આપેલ અને આ ચેઈનની ચકાસણી કરાવતા તે ડુપ્લીકેટ હોવાનું ખુલતા સિરોહીના ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.