કિસાનોના ૧૨ હજાર કરોડના દેવા માફ કરવામાં આવશે: તમિલનાડુ સરકાર
ચેન્નાઇ, વિધાનસભા ચુંટણી અને દેશભરમાં જારી કિસાન આંદોલન વચ્ચે તમિલનાડુ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે કિસાનોના લગભગ ૧૨ હજાર કરોડના દેવા માફ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પલાનીસામીએ કહ્યું કે તેનાથી તમિલનાડુના લગભગ ૧૬ લાખ કિસાનોને લાભ થશે જાે કે તેમાં ફકત સહકારી બેંકોથી લોન લેનારા કિસાનો જ સામેલ છે.એ યાદ રહે કે તમિલનાડુમાં આ વર્ષ વિધાનસભા ચુંટણી થનાર છે સત્તા પર આસીન એઆઇડીએમકે ચુંટણીમાં કોઇ કસર છોડવા માગતી નથી.
મુખ્યમંત્રીએ આજે રાજય વિધાનસભામાં દેવા માફીની જાહેરાત કરી મુખ્યમંત્રી પલાનીસામીએ વિધાનસભામા કહ્યું કે રાજયના તમામ કો ઓપરેટિવ બેંકોથી કિસાનો દ્વારા લેવામાં આવેલ લગભગ ૧૨,૧૧૦ કરોડ રૂપિયાના દેવા માફ કરી દેવામાં આવશે મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે ચક્રવાતી તોફાન અને ખરાબ હવામાનના કારણે રાજયના કિસાનોની સ્થિતિ ખુબ ખરાબ થઇ છે આથી સરકારે આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ગૃહને વિશ્વાસ અપાવ્યો છે કે આ યોજના તાકિદે જ લાગુ કરવામાં આવશે એ યાદ રહે કે બેમોસમના કારણે તમિનાડુમાં અનાજ દાળ કપાસ અને મગફળી જેવા પાકને ખુબ નુકસાન થયું હતું વરસાદને કારણે લગભગ ૬.૫ લાખ હેકટર પર લાગેલ પાક નષ્ટ થઇ ગયા છે.
વિધાનસભા ચુંટણીને જાેતા વિપક્ષ ડીએમકેના પહેલા જ કર્જમાફીનું વચન આપ્યું હતું ડીએમકેના નેતા સ્ટાલિને રાજયમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જાે આગામી વિધાનસભામાં તેમની પાર્ટી સત્તામાં આવી છે તો તે કૃષિ લોન સ્વર્ણ લોન અને શિક્ષા લોનને માફ કરી દઇશું આ સાથે જ સ્ટાલિને એ પણ કહ્યું હતું કે કિસાનોના દેવા માફ કરતા કોઇ પણ શર્ત રાખવામાં આવશે નહીં એ યાદ રહે કે ડીએમકે પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ત્રણ કૃષિ કાનુનોની વિરૂધ્ધ છે જાે કે વર્તમાનમાં તમિલનાડુમાં ભાજપ અને સત્તાધારી પાર્ટી એઆઇડીએમકે ગઠબંધનમાં છે.HS