Western Times News

Gujarati News

કિસાનો જે જયાં છે ત્યાં પોત પોતાની જગ્યાઓ પર શાંતિપૂર્ણ રીતે ચક્કાજામ કરે: રાકેશ ટિકૈત

નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ જારી કિસાન આંદોલનનું નેતૃત્વ કરી રહેલ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે આવતીકાલ તા.૬ ફેબ્રુઆરીએ યોજાનાર ચક્કાજામ દિલ્હીમાં થશે નહીં તેમણે સમર્થકોને અપીલ કરી છે કે જે લોકો અહીં આવી શકયા નથી તે પોત પોતાના સ્થાનો પર આવતીકાલે ચક્કાજામ શાંતિપૂર્ણ રીતે કરે.

નવા કૃષિ કાનુનને પાછા લેવા અને એમએસપી પર કાનુન બનાવવાની માંગ કરતા આંદોલન કરી રહેલ કિસાન નેતાઓએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે સંયુકત કિસાન મોરચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું કે તેની માહિતી આપતા કહ્યું કે છ ફેબ્રુઆરીએ દેશભરમાં આંદોલન કરવામાં આવશે આ સાથે જ બપોરે ૧૨ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી માર્ગોને બ્લોક કરવામાં આવશે કસાન સંગઠનોએ ચક્કામજામ કરવાની આ જાહેરાત બજેટમાં કિસાનોને નજર અંદાજ કરવા અને વિવિધ જગ્યાઓ પર ઇટરનેટ બંધ કરવા સહિત અન્ય મુદ્દાના વિરોધમાં કરી છે.

ખેડૂત સંગઠનના નેતાઓના જણાવ્યા મુજબ શનિવારે બપોરે ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી રસ્તાને જામ કરીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડીશુ. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે તેમને આ બજેટથી ઘણી આશા હતી પરંતુ સરકારે તેમના માટે કંઈ કર્યુ નહિ. સરકાર ના તો અમારી માંગો માની રહી છે અને ના ખેડૂતો માટે કામ કરી રહી છે.

ટિકૈતે કહ્યું કે ૩ કલાકના ચક્કાજામને લઇ લોકો સહયોગ આપે અને તેમણે કિસાન સંગઠનોના લોકોને કહ્યું છે કે જામમાં ફસાયેલા લોકોનો પાણી અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે જેથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે નહીં તેમણે ચેતવણી પણ આપી હતી કે જાે સરકાર કિસાનોની વાત સાંભળશે નહીં તો ભાજપ કોઇ પણ ગામમાં પોતાનો કાર્યક્રમ કરી શકશે નહીં.

એ યાદ રહે કે સિંધુ ગાજીપુર સહિત દિલ્હીના એક બોર્ડર્સ પર હજારોની સંખ્યામાં કિસાન નવેમ્બરથી આંદોલન કરી રહ્યાં છે.૨૬ જાન્યુઆરીએ થયેલ ટ્રેકટર પરેડમાં હિંસા બાદ આંદોલન કરી રહેલ કિસાનોની સંખ્યામાં ગત દિવસોમાં કમી આવી હતી પરંતુ ભારતીય કિસાન યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતના ભાવુક થયા બાદ એકવાર ફરી આંદોલનને મોટી સંખ્યામાં કિસાનોનું સમર્થન મળી રહ્યું છે.વિપક્ષના નેતા રસ્તાથી માંડી સંસદ સુધી સરકારને ઘેરવામાં લાગી ગયા છે.

૯ વિપક્ષી દળોના ૧૨ સાંસદોએ ગુરુવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને કૃષિ કાયદા પર ગૃહમાં અલગથી ચર્ચાની માગ કરી છે. ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના જમાવડા અને પોલીસની તૈયારીઓને જાેતાં વિપક્ષના નેતાઓએ પત્રમાં એવું પણ લખ્યું કે દિલ્હીની ગાઝીપુર બોર્ડર ભારત-પાકિસ્તાન બોર્ડર જેવી જાેવા મળી રહી છે.

વિપક્ષના એક ડેલિગેશને લોકસભા સ્પીકરને એ વાતની ફરિયાદ પણ કરી છે કે તેમને ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોને મળવાથી પોલીસે અટકાવી દીધા છે. અકાલી દળના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં ૧૦ વિપક્ષી દળોના ૧૫ નેતા ગુરુવારે ગાઝીપુર બોર્ડર પહોંચ્યા હતા, જે ખેડૂતોને મળવા માગતા હતા, પણ પોલીસે તેમને અટકાવી દીધા. એવામાં વિપક્ષના ડેલિગેશનને ગાઝીપુરથી પરત ફરવું પડ્યું હતું.

આ પહેલા ૨૬ જાન્યુઆરીએ થયેલી ટ્રેક્ટર પરેડમાં શામેલ અમુક ઉપદ્રવી લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે જાેરદાર હિંસા કરી હતી. ગણતંત્ર દિવસ જેવી સ્થિતિ ફરીથી ન બને તે માટે સરકાર પણ સુરક્ષા વ્યવસ્થામાં લાગી છે.આ અંગે પોલીસ પણ પોતાની સ્ટ્રેટજી બનાવી રહી છે. દિલ્હી એનસીઆરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળોની ૩૧ કંપનીઓને તહેનાતી ૨ સપ્તાહ માટે વધારી દેવાઈ છે. દિલ્હીમાં તહેનાત સીઆરપીએફના તમામ યુનિટ્‌સને કહેવામાં આવ્યું છે કે તે પોતાની બસો પર લોખંડની જાળી લગાવી લે. તો આ તરફ હરિયાણાના ડીજીપી મનોજ યાદવે જણાવ્યું હતું કે એસપી જિલ્લામાં ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે, જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય. પોલીસ તરફથી ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરાઈ છે. આનાથી લોકોને ઘરમાંથી નીકળતાં પહેલાં એ ખબર હશે કે તેમણે કયા રસ્તે જવાનું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.