Western Times News

Gujarati News

રાજસ્થાનની યુવતી સાથે દુષ્કર્મ આચરનાર હોમગાર્ડ જવાનની ધરપકડ

અમદાવાદ, રાજસ્થાનના ઉદેપુરમાં ૨૪ વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે.ગત ૧૧ મેએ રાત્રીના યુવતીએ એકલી રાજસ્થાનથી બસમાં અમદાવાદ ફરવા આવી હતી. ત્યારે આખો દિવસ યુવતી શહેરમાં જુદી-જુદી જગ્યાઓ પર ફરી હતી. જે બાદ ફરીને રાત્રીના સમયે રાજસ્થાન પરત જવા માટે ગીતામંદિર બસ સ્ટેન્ડ પહોચી હતી. પરંતુ ત્યાં બસ મળી ન હતી.

જેથી રિક્ષામાં બેસીને નોબલ નગર ટ‹નગ સુધી આવી હતી. આ વખતે ત્યાં પોઇન્ટ પર અક્ષયકુમાર રાઠોડ નામનો હોમગાર્ડ જવાન ફરજ પર હતો. જેથી યુવતીએ અક્ષય પાસે ટ્રાવેલ અંગે મદદ માગી હતી. જેથી અક્ષય તેને નાના ચિલોડા ખાતે લઇ ગયો હતો. ત્યાં મોડી રાત સુધી ટ્રાવેલ્સ ન મળતા આરોપી અક્ષય તેને નાના ચિલોડા પાસે આવેલી એક હોટલમાં લઇ ગયો હતો.તેની સાથે રાત્રે ત્યાં રોકાયો હતો.

ત્યારે રાત્રીના સમયે હોમગાર્ડ જવાને યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજીતરફ પોલીસે આરોપી હોમગાર્ડની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે યુવતી પાસે રૂપિયા ઓછા હોવાથી હોમગાર્ડ જવાનને સાથે રહેવાનું કહ્યું હતું. ત્યારે નરોડા પોલીસે ફરિયાદ કરનાર પીડિતાના નિવેદન અંગેની ઉલટ તપાસ પણ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.