Western Times News

Gujarati News

રશિયાએ કીવ પર ખતરનાક હથિયારો વડે હુમલા શરૂ કર્યા

યુક્રેનની વળતા પ્રહારની ચેતવણી

રશિયાએ માત્ર મિસાઈલો જ નહીં પરંતુ ઈરાન નિર્મિત ઘાતક શાહેદ ડ્રોન વડે પણ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે

કીવ,રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. ગુરુવારે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલોથી મોટો હુમલો કર્યાે છે. હુમલા દરમિયાન કિવ શહેર શક્તિશાળી વિસ્ફોટોના અવાજોથી ધણધણી ઉઠ્યું હતું. જ્યારે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ રશિયન મિસાઈલોને હવામાં જ તોડી પાડવા માટે સતત કાર્યરત જોવા મળી હતી. યુક્રેનની વાયુસેનાએ પાટનગર કિવ પર હજુ પણ વધુ મિસાઈલ હુમલા થવાની ચેતવણી જાહેર કરી છે અને નાગરિકોને સુરક્ષિત બંકરોમાં જ રહેવા માટે કડક અપીલ કરી છે.

ચાલુ જુલાઈ મહિનામાં રશિયા તરફથી કિવ પર કરવામાં આવેલો આ ૭મો મોટો અને ઘાતક હુમલો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે.કિવના મેયર વિતાલી ક્લિટ્‌સ્કોએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમી બહારના વિસ્તારમાં આવેલું એક મોટું ગોડાઉન આ મિસાઈલ હુમલાની ચપેટમાં આવી ગયું છે. બીજી તરફ, યુક્રેનિયન સેના દ્વારા તોડી પાડવામાં આવેલી રશિયન મિસાઈલોનો કાટમાળ ડ્‌નીપ્રો નદીના પૂર્વી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં પડ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, રશિયાએ કિવ તરફ ઓછામાં ઓછી ૮ બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી.

યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ માત્ર મિસાઈલો જ નહીં પરંતુ ઈરાન નિર્મિત ઘાતક શાહેદ ડ્રોન વડે પણ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. ઉત્તર-પૂર્વીય શહેર ખાર્કિવમાં પણ ડ્રોન હુમલા બાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત વિનિત્સિયા સહિત યુક્રેનના અન્ય કેટલાય પ્રાંતોમાં પણ એર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે અત્યંત ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેનમાં સંરક્ષણ મંત્રી માયખાઈલો ફેદોરોવને પદ પરથી હટાવવાને કારણે મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. તેમના હટ્યાના ગણતરીના કલાકોમાં જ રશિયાએ આ મોટો પ્રહાર કર્યાે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.