Western Times News

Gujarati News

અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએઃ હોર્મુઝ સ્ટ્રેટ પર બીજો મોટો પ્રહાર

ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ તબાહ

આ પહેલા ૧૩ એપ્રિલથી ૧૮ જૂન દરમિયાન પણ અમેરિકાએ ઈરાની બંદરો બ્લોક કરીને ૯ જહાજો નિષ્ક્રિય કર્યા હતા અને ૧૪૦ થી વધુ જહાજોના રૂટ ડાયવર્ટ કર્યા હતા

વોશિગ્ટન,પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સૈન્ય તણાવ અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીના સતત પાંચમા દિવસે પણ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ જળડમરુમધ્યમાં ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા એક ખાલી ઓઈલ ટેન્કરને અમેરિકી એરક્રાફ્ટે હેલફાયર મિસાઈલો દાગીને નિષ્ક્રિય કરી દીધું છે, જેથી તે આગળ વધી શક્યું નથી.

અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલાના નવા રાઉન્ડ બાદ ઈરાનના અનેક વિસ્તારો ધડાકાઓથી ગુંજી ઉઠ્યા હતા. જેમાં દક્ષિણના મુખ્ય બંદર શહેર બંદર અબ્બાસ, તેમજ અહવાઝ અને ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા ચાબહાર શહેરનો સમાવેશ થાય છે. ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, અહવાઝમાં કેન્સર પીડિત બાળકોની હોસ્પિટલ (શાહિદ બગાઈ હોસ્પિટલ) ની નજીક જ અમેરિકી મિસાઈલ પડવાને કારણે દર્દીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક ત્યાંથી ખસેડવા પડ્યા હતા. આ આસપાસના રહેણાંક વિસ્તારો અને મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હોવાના અહેવાલ છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સૈન્ય ઓપરેશન આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગાેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા નિર્દેશ પર હાથ ધરવામાં આવ્યું છે. અમેરિકાનો દાવો છે કે ઈરાન આંતરરાષ્ટ્રીય જહાજોને ડરાવવા અને વૈશ્વિક વેપાર ખોરવવાનું કામ કરી રહ્યું હતું. બુધવારે બપોરે ૩ઃ૦૦ વાગ્યે શરૂ થયેલી આ બીજી મોટી સૈન્ય કાર્યવાહીને કારણે વૈશ્વિક બજાર અને ક્‰ડ ઓઈલની સપ્લાય ચેઈન પર મોટું સંકટ ઊભું થયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૧૩ એપ્રિલથી ૧૮ જૂન દરમિયાન પણ અમેરિકાએ ઈરાની બંદરો બ્લોક કરીને ૯ જહાજો નિષ્ક્રિય કર્યા હતા અને ૧૪૦ થી વધુ જહાજોના રૂટ ડાયવર્ટ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.