Western Times News

Gujarati News

ખાસ અદાલતોમાંથી ચેક બાઉન્સના ખાનગી કેસો રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર ઃ CJM નિર્ણય

બેંકો-ફાઇનાન્સ કંપનીઓના કેસો સ્પેશિયલ કોર્ટમાં જ રહેશે

ચેક બાઉન્સની સ્પેશિયલ કોર્ટાેમાં કેસોના અસાધારણ ભરાવા અને લાંબી પેન્ડન્સીનો ઉકેલ લાવવા નિર્ણય

અમદાવાદ,સિટીની નેગોશિયેબલ ઇન્સ્ટ્‌›મેન્ટ્‌સ એક્ટ (ચેક બાઉન્સ)ની સ્પેશિયલ કોર્ટાેમાં કેસોના અસાધારણ ભરાવા અને લાંબી પેન્ડન્સીનો ઉકેલ લાવવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાળિયા દ્વારા એક મહત્વપૂર્ણ અને વહીવટી ફેરફાર કરતો ઓફિસ ઓર્ડર જાહેર કરાયો છે. ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી ચેક બાઉન્સના તમામ ખાનગી કેસો (પ્રાઇવેટ કમ્પ્લેઇન્ટ્‌સ) સ્પેશિયલ કોર્ટમાંથી પાછા ખેંચીને ઘીકાંટા સ્થિત સંબંધિત રેગ્યુલર ક્રિમિનલ કોર્ટાેમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરાયો છે.

જોકે, બેંકો અને નાણાકીય સંસ્થાઓના કેસો યથાવત્ રીતે સ્પેશિયલ કોર્ટમાં જ ચાલશે. ઓફિસ ઓર્ડર અનુસાર, ચેક બાઉન્સના કેસો માટે કાર્યરત સ્પેશિયલ કોર્ટ નંબર ૨૭થી ૫૪ પાસે અત્યાર સુધી સંસ્થાગત (બેંકો/NBFC) અને ખાનગી એમ બંને પ્રકારની ફરિયાદો ચાલતી હતી. બેંકો અને મોટી ફાઇનાન્સ કંપનીઓના કેસોની સંખ્યા કરોડોમાં હોવાથી ખાનગી ફરિયાદોના નિકાલમાં વિલંબ થતો હતો. ન્યાયિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય અને કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૩(૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને CJMએ આ મોટો નિર્ણય લીધો છે.

આ અંગે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન દ્વારા ગત ૩૦ જૂને એક ઠરાવ પસાર કરાયો હતો. નવા આદેશ મુજબ, ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી ચેક બાઉન્સની કોઈપણ નવી ખાનગી ફરિયાદ સ્પેશિયલ કોર્ટમાં સ્વીકારવામાં આવશે નહીં. તેના બદલે, જે-તે પોલીસ સ્ટેશનના પ્રાદેશિક અધિકારક્ષેત્ર મુજબ ઘીકાંટા ખાતેની નિયમિત ગુનાહિત અદાલતો માં જ નવી ફરિયાદો દાખલ કરવાની રહેશે. આ તમામ કેસોના રેકોર્ડ અને પ્રોસીડિંગ્સની ભૌતિક ફેરબદલી તેમજ કેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેરમાં ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી ૧લી ઓગસ્ટથી શરૂ કરીને આગામી ૧૦ દિવસમાં પૂર્ણ કરવા માટે રજિસ્ટ્રાર, સુપરિન્ટેન્ડન્ટ અને આઈટી ટીમને કડક સૂચના આપવામાં આવી છે.

આ કેસો ટ્રાન્સફર થશેઃ સ્પેશિયલ કોર્ટ નંબર ૨૭થી ૫૪ માં પેન્ડિંગ હોય તેવા તમામ ખાનગી ચેક બાઉન્સના કેસો જે-તે ફાળવેલી રેગ્યુલર કોર્ટમાં જશે આ કેસો ટ્રાન્સફર નહીં થાયઃ બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ , સરકારી કે ખાનગી નાણાકીય સંસ્થાઓ અને લોન આપવાનો કાયદેસર વ્યવસાય કરતા લોકોના કેસો સ્પેશિયલ કોર્ટમાં જ રહેશે. આ ઉપરાંત પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, ૨૦૦૭ હેઠળના કેસો પણ ટ્રાન્સફર નહીં થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.