કૃતિકા સેંગર અને નિકિતિન ધીર દીકરીના માતા-પિતા બન્યા
મુંબઈ, છેલ્લે સીરિયલ ‘છોટી સરદારની’માં જાેવા મળેલી કૃતિકા સેંગર મમ્મી બની ગઈ છે. એક્ટ્રેસ અને તેના એક્ટર-પતિ નિકિતિન ધીરના ઘરે દીકરીનો જન્મ થયો છે. આજે (૧૨ મે) સવારે કૃતિકા સેંગરની ડિલિવરી કરવામાં આવી હતી. કપલે હજી થોડા દિવસ પહેલા જ સુંદર મેટરિનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. લગ્નના આઠ વર્ષ બાદ તેમના ઘરે પારણું બંધાયું છે.
કૃતિકાએ જણાવ્યું હતું કે, ‘નિકિતિન આકાશમાં ઉડી રહ્યો છે. તે પિતા બનવા માટે ઉત્સાહિત છે અને હું પણ ખૂબ જલ્દી મમ્મી બનવાની છું તે વાતથી કૃતજ્ઞતા અનુભવી રહી છું. આ નવો તબક્કો છે અને અમારો આખો પરિવાર નવા સભ્યનું સ્વાગત કરવાની રાહ જાેઈ રહ્યો છે.
આ અમારુ પહેલું બાળક છે. વાતની જાણ થતાં અમે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા’. કૃતિકાએ કહ્યું હતું કે, ‘મેં હોમ ટેસ્ટ કર્યો હતો કારણ કે લક્ષણો પ્રેગ્નેન્સીના હતા. ટેસ્ટ પોઝિટિવ આવ્યો તે જાેઈને હું બાથરુમમાં બેસી રહી હતી. ચાર કલાક સુધી મેં કોઈને આ ન્યૂઝ જણાવ્યા નહોતા.
નિકિતિન બીજા રૂમમાં હતો. રૂમમાં આવ-જા કરી રહી હતી. મને આમ કરતી જાેઈને તેણે કહ્યું હતું ‘તું શાંતિથી બેસી કેમ નથી જતી?’ કેમ આવ-જા કરી રહી છે? ત્યારે મેં તેને કહ્યું હતું કે ‘હું પ્રેગ્નેન્ટ છું’. તે હસવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, આ મજાક પછી ક્યારેક કરજે.
મેં તેને ટેસ્ટ દેખાડ્યો હતો અને તે ખુશીથી બૂમો પાડવા લાગ્યો હતો. મેં તેને બૂમો ન પાડવા કહ્યું હતું કારણ કે, અમે અમારા માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માગતા હતા. જ્યારે પરિવારને જણાવ્યું ત્યારે તેઓ ઈમોશનલ થઈ ગયા હતા અને ખુશ પણ હતા’.
બાળકના જન્મ પહેલા જ કૃતિકા સેંગરે સાસુ સાથે મળીને નર્સરી તૈયાર કરી હતી. હાલમાં જ બોમ્બે ટાઈમ્સને તેણે જણાવ્યું હતું કે, ‘અન્ય માતા-પિતાની જેમ અમે પણ નર્સરી તૈયાર કરી છે’. તો નિકિતિને ઉમેર્યું હતું કે, ‘બાળકના રૂમ માટે મારી મમ્મી અને કૃતિકાએ ઘણી મહેનત કરી છે.
હું તો મારા બાળકને નસીબદાર કહીશ કારણ કે અમારા સમયમાં આવી સગવડ નહોતી’. જણાવી દઈએ કે, કૃતિકા સેંગર અને નિકિતિન ધીરે સપ્ટેમ્બર, ૨૦૧૪માં લગ્ન કર્યા હતા. ૨૦૦૭થી એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરનારી કૃતિકા સેંગર ઘણા શો કરી ચૂકી છે. તો નિકિતિન ધીર છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’માં જાેવા મળ્યો હતો.SSS