કૃતિ સેનન રેપની વધતી જતી ઘટનાઓ પર દુઃખી
મુંબઈ: ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી હૃદય કંપાવી દેનારી ઘટનાને લોકો ભૂલ્યા પણ નહોતા કે એવામાં જ બલરામપુરની ઘટના સામે આવી છે. રેપની સતત વધી રહેલી ઘટનાઓ પર સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટીઝનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોએ કાયદા-વ્યવસ્થા પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ રેપની ઘટનાઓ પર બોલિવૂડ તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. હવે એક્ટ્રેસ કૃતિ સેનને પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. કૃતિ સેનને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે,
તે લખે છે હજુ હાથ ઘટના અંગેનો ગુસ્સો શાંત પણ નહોતો થયો ત્યાં વધુ એક કેસ સામે આવી ગયો છે. મને આશ્ચર્ય પણ થાય છે અને ડર પણ લાગે છે. આ બધું ક્યારે ખતમ થશે. આના વિરુદ્ધ તો લાંબા સમયથી બોલવામાં આવી રહ્યું છે. આ તો ફક્ત એવા કેસ છે જેને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અસલ આંકડો તો ખૂબ જ મોટો છે. આના પહેલા આલિયા ભટ્ટે ગેંગરેપ પીડિતા માટે ન્યાયની માંગણી કરતા અવાજ ઉઠાવ્યો છે. આલિયાએ લખ્યું, ‘તેમણે તેની જીભ કાપી નાખી પણ તેઓ તેને ચૂપ ન કરી શક્યા. આજે તે અબજો લોકોનો અવાજ બનીને બોલી રી છે.’
આની સાથે તેણે ટેગ કર્યું છે. આલિયા અને કૃતિ સિવાય પણ બોલિવૂડના ઘણા જાણીતા નામ આ અમાનવીય ઘટના અંગે પોતાનો રોષ પ્રગટ કરી ચૂક્યા છે. જણાવી દઈએ કે, હાથરસમાં એક ૧૯ વર્ષની યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ૧૫ દિવસ બાદ યુવતીએ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દમ તોડી દીધો. આ ઘટના બાદ સમગ્ર બોલિવૂડ એક સૂરમાં તેની નિંદા કરી રહ્યું છે.