કેટરિના કેફ અને વિકી કૌશલના લગ્ન: મહેમાનો પર નિયંત્રણો લાગ્યા
મુંબઇ, બોલીવૂડના સ્ટાર કપલ કેટરિના કેફ અને વિકી કૌશલના લગ્ન રાજસ્થાનના એક રિસોર્ટમાં થશે. લગ્ન અને બીજા કાર્યક્રમો ૭ થી નવ ડિસેમ્બર સુધી ચાલવાના છે. લગ્નના ફોટોગ્રાફ અને વિડિયો રાઈટસ માટે આ કપલે કરોડો રુપિયામાં એક મેગેઝિન સાથે કરાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે લગ્નમાં સામેલ મહેમાનો પર પણ જાત જાતના નિયંત્રણો લાગું થવાના છે.
રિપોર્ટસ પ્રમાણે મહેમાનોને લગ્નનું આમંત્રણ આપતી વખતે જ તમામ પ્રકારની શરતો સમજાવી દેવામાં આવી છે. જેનું પાલન મેરેજમાં આવનાર દરેક વ્યક્તિએ કરવુ પડશે. સૌથી પહેલાં તો મહેમાનોએ એક એગ્રીમેન્ટ સાઈન કરવું પડશે. જેના ભાગરુપે મહેમાનો લગ્નના વિડિયો, ફોટા કે કોઈ પણ વાત બહાર શેર નહીં કરી શકે.
આમંત્રિતોને લગ્નના સ્થળે મોબાઈલ સાથે એન્ટ્રી નહીં મળે. જરુરી કોલ માટે કી પેઈડ વાળા ફોન આપવામાં આવી શકે છે. મહેમાનો લગ્નના ફોટોગ્રાફ નહીં ખેંચી શકે. ઈવેન્ટ કંપની દ્વારા જ ફોટો ખેંચવા માટે ડ્રોન ઓપરેટ કરાશે. ફોટોગ્રાફ તો ઠીક છે પણ મેરેજનું લોકેશન શેર કરવા પર પણ રોક લગાવાઈ છે. આમ મહેમાનો બીજા લોકોને એવું પણ નહીં જણાવી શકે કે અમે કેટરિના અને વીકી કૌશલના લગ્ન એટેન્ડ કરી રહ્યા છે.HS