કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં રહી ગયું
(એજન્સી)દેહરાદૂન, ચાર ધામ યાત્રાના ભક્તોને કેદારનાથ લઈ જઈ રહેલા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખરાબી સર્જાઈ હતી જેના કારણે તે દુર્ઘટનાગ્રસ્ત થતાં રહી ગયું હતું. છ તીર્થયાત્રીઓ સહિત સાત લોકોને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને ટેÂક્નકલ ખામીના કારણે કેદારનાથ હેલિપેડ પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં પાયલોટ સહિત તમામ મુસાફરો સુરક્ષિત છે.
ઘટના બાદ રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવારે પાયલટ દ્વારા ત્વરીત નિર્ણય લઈને મોટી દુર્ઘટના ટાળવા માટે તેની પ્રશંસા કરી હતી. ઘટના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઉત્તરાખંડના મુખ્ય સચિવે ચાર ધામ યાત્રાળુઓને નોંધણી કરાવવા અને નિર્ધારિત તારીખોનું પાલન કરવા વિનંતી કરી છે
જેથી યાત્રામાં સરળતા રહે. આ ઘટના સવારે ૭ વાગ્યાની આસપાસ બની હતી અને અધિકારીઓએ ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.