Western Times News

Gujarati News

કોર્ટે કહ્યું- ૫ તબક્કાનું મતદાન થઈ ગયું, ઈલેક્શન કમિશન માટે મેનપાવર એકત્રિત કરવો મુશ્કેલ

બૂથવાઈઝ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ ના આપી શકીએઃસુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચૂંટણીપંચની વેબસાઇટ પર બૂથ મુજબના મતદાન ડેટા અને ફોર્મ ૧૭ ડેટાને ૪૮ કલાકની અંદર અપલોડ કરવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, કોંગ્રેસના નેતા પવન ખેડા અને એનજીઓ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા દાખલ કરવામાં આવી છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેંચે કહ્યું કે લોકસભા ચૂંટણીના ૫ તબક્કા માટે મતદાન થઈ ગયું છે. બેંચે કહ્યું- હવે મતદાનના માત્ર બે તબક્કા બાકી છે. આવી સ્થિતિમાં ચૂંટણીપંચ માટે ડેટા અપલોડ કરવા માટે માનવબળ એકત્ર કરવું મુશ્કેલ બનશે. લોકસભાની ચૂંટણીઓ શરૂ થયા પછી, ચૂંટણીપંચ મતદાનના દિવસે મતદાતાઓની સંખ્યા જાહેર કરે છે.

થોડા દિવસો પછી તે આ તબક્કાનો અંતિમ ડેટા પ્રકાશિત કરે છે. કોંગ્રેસ, એડીઆર અને તૃણમૂલે બે ડેટામાં તફાવત બાદ જ પ્રશ્નો ઉઠાવ્યા અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજી અનુસાર, ચૂંટણીપંચે ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનના ૧૧ દિવસ બાદ અને ૨૬ એપ્રિલે બીજા તબક્કાના મતદાનના ચાર દિવસ બાદ ૩૦ એપ્રિલે મતદાનની અંતિમ ટકાવારી જાહેર કરી હતી.

જેમાં, મતદાનના દિવસે જાહેર કરાયેલા પ્રારંભિક આંકડા કરતાં મતદાનની ટકાવારી લગભગ ૫-૬ ટકા વધુ હતી. ચૂંટણી પછી રેગ્યુલર બેન્ચ આ મામલાને જોશે. ADRએ સુપ્રીમ કોર્ટ પાસે માગ કરી હતી કે ચૂંટણી પંચે મતદાનના ૪૮ કલાકની અંદર દરેક મતદાન મથક પર પડેલા મતનો ડેટા જાહેર કરવો જોઈએ.

અરજીમાં ADRએ ચૂંટણી પંચની વેબસાઈટ પર ફોર્મ ૧૭ની સ્કેન કોપી અપલોડ કરવાની પણ માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે ૧૭ મેએ ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો હતો. ચૂંટણી પંચે ત્રણ બાબતો કહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.