કેન્દ્ર સરકાર ચીપ બનાવવા માટે દેશની કંપનીઓને વધુ ઉત્તેજન અને સહકાર આપશે

દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને અને સામગ્રીને ઉત્તેજન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૭૬ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે અને સેમી કંડકટર કંપનીઓને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાનો લાભ સંપૂર્ણ રીતે પૂરો પાડવામાં આવશે.
ખાસ કરીને કેન્દ્ર સરકાર ચીપ બનાવવા માટે દેશની કંપનીઓ ને વધુ ઉત્તેજન અને સહકાર આપવા માંગે છે અને એમ કરીને વિદેશ પર જ આધાર રાખવો પડે છે તે પરિસ્થિતિનો અંત કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે અને તેના ભાગરૂપે બહુ મોટી યોજના ઇલેક્ટ્રોનિક્સ સામગ્રી બનાવતા ઉદ્યોગોને પૂરી પાડવામાં આવશે.
દેશમાં આ પ્રકારનો ઉત્પાદન વધે અને તેની નિકાસ પણ મોટા પ્રમાણમાં થઈ શકે તેવા હેતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા નવેસરથી નીતિ ઘડવામાં આવી છે અને તેના ભાગરૂપે ઉપરોક્ત નિર્ણય કરવામાં આવ્યો છે તેમ સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે.
ઇલેક્ટ્રોનિક જગતમાં દરેક સામગ્રીનું ઉત્પાદન થાય અને તેની નિકાસ પણ થાય અને તેમાં વધારો થાય તેને પગલે દેશમાં મોટા પ્રમાણમાં રોજગાર ઊભો થશે અને ટર્નઓવર ખૂબ જ વધશે અને કેન્દ્ર સરકારને પણ મહેસૂલી આવકમાં ખૂબ જ વધારો મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
આગામી અઠવાડિયે કેબિનેટ સમક્ષ આ સમગ્ર દરખાસ્તને મોકલી દેવામાં આવશે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સંબંધિત મંત્રાલય દ્વારા તેની કામગીરી ઝડપી બનાવવામાં આવશે અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની આગામી દિવસોમાં બહુ મોટો લાભ આપવા સરકાર જઈ રહી છે તેને લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.