Western Times News

Gujarati News

CDS જનરલ બિપિન રાવત અને વીરગતિ પામેલાના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના આજે ;ઉર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાંઆવ્યા હતા. .આ પહેલા આજે સવારે 11 થી 12:30 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે તેમના 3 કામરાજ માર્ગ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો .

બપોરે 12:30 થી 1:30 વચ્ચેનો સમય લશ્કરી જવાનોએ બિપિન રાવત અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપી હતી. જનરલ રાવતની અંતિમ યાત્રા બપોરે લગભગ 2 વાગ્યે તેમના નિવાસસ્થાનથી બેરાર સ્ક્વેર સ્મશાનગૃહ સુધીગઈ હતી અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બ્રિગેડિયર લિડરના અંતિમ સંસ્કાર સવારે કરવામાંઆવ્યા હતા. આ પછી તબક્કાવાર દુર્ઘટનામાં માર્યા ગયેલા લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ત્રણેય સેના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને વાયુસેના ચીફ એરચીફ માર્શલ વી આર ચૌધરીએ બ્રિગેડિયર એલ એસ લિડ્ડરને બ્રાર સ્કવેર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતે શ્રદ્ધાંજલિ આપી. NSA અજિત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.