Western Times News

Gujarati News

કોંગ્રેસ શાંતિ ડહોળનારા મૌલાનાને બચાવવાનું બંધ કરી દેઃ હર્ષ સંઘવી

File

મૌલાના યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યો હતો-શાંતિ ડહોળનારા મૌલાનાઓને છોડવામાં નહીં આવેઃ ગૃહમંત્રી

(એજન્સી)સુરત, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સનાતન સંઘના અધ્યક્ષ સહિત દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા ધમકી આપનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ કરી છે.આરોપીએ પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ગયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચે ભરીમાતા ફૂલવાડી રોડ ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો.

મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો. જ્યારે આરોપીનું આખું પરિવાર મોલવી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શાંતિ ડહોળનારા મૌલાનાઓને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરે. ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં, ભાજપના નેતાઓની હત્યા કરવા પાકિસ્તાન સોપારી આપતું હતું. મૌલવીની પાકિસ્તાનના વ્યક્તિ સાથે થયેલી વાતથી આ વાતનો ખુલાસો થયો છે. રાજ્યના યુવકોને દેશવિરોધી કૃત્ય કરવા મૌલવી પ્રેરિત કરતા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મૌલાના યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરી દે. દેશની સુરક્ષાના મુદ્દામાં કોંગ્રેસ રાજકારણ કરે છે. મત બચાવવા કોંગ્રેસ મૌલાનાને બચાવે છે. મહત્વનું છે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી સોહેલ ટીમોલ નામના મૌલાનાની ધરપકડ કરી છે. આ મૌલાનાએ હિંદુવાદી નેતા અવધેશને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી મૌલાના બચાવમાં આવતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

સુરતના ગોડાદરામા આવેલ સાઇ સૃષ્ટી બિલ્ડીંગમાં રહેતા સનાતન સંઘ એન.જી.ઓ સાથે સંકળાયેલા ઉપદેશ રાણાને ગત તારીખ ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રી ૧૦.૩૦ વાગ્યાના અરસામાં એક અજાણ્યા મોબાઇલ નંબર ફોન આવ્યો હતો. અજાણ્યા ઈસમે ફોન પર ઉપદેશ રાણા તું સુરત મેં કીસ જગહ છુપા હુઆ હૈ, અપના એડ્રેસ ખુદ હી બોલ દે.

નહી તો હમ તો તેરે કો ઢુંઢ હી લેંગે, મહારાષ્ટ્ર સે તેરા પતા નિકલને કે લિએ હમારા પુરા ગ્રુપ સુરત આ ગયા હૈ તેરી ગર્દન ઉતાર કર લે જાયેંગે આ રીતેનાં જાનથી મારવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.