Western Times News

Gujarati News

‘કોઇપણ દુષ્પ્રચાર આપણી એકતાને તોડી શકશે નહી’: અમિત શાહ

નવી દિલ્હી, દેશના આંતરિક મામલામાં વધી રહેલા વિદેશી દરમિયાનગીરી એટલે કે ઇન્ટરનેશનલ ટુકડે-ટુકડે ગેંગની હરકતો પર ગૃહમંત્રી અમિત શાહનું સખત નિવેદન આવ્યું છે. ભારતના અંગત મુદ્દા પર નિવેદનબાજી કરનાર પોપ ગાયિકા રિઆના સહિત જાણિતી વિદેશી હસ્તીઓના દુષ્પ્રચાર પર ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે કોઇપણ પ્રોપેગેંડા ભારતની એકતાને જોડી શકશે નહી. ના કોઇ ભારતને ઉંચાઇ પર જતાં રોકી શકશે નહી. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક ટ્વીટ દ્રારા જવાબ આપ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, ‘કોઇ પ્રોપેગેંડા ભારતની એકતાને તોડી શકશે નહી. કોઇ પ્રોપેગેંડા ભારતને ઉંચાઇઓ પ્રાપ્ત કરતાં રોકી શકશે નહી. ભારતનું ભાગ્ય કોઇ પ્રોપેગેંડા નહી, ફક્ત પ્રગતિ નક્કી કરશે. પ્રગતિ માટે ભારત એક છે અને સાથે છે. ‘ ગૃહમંત્રીએ ટ્વીટ સાથે હેશટેગ #IndiaAgainstPropaganda  #IndiaTogether નો જવાબ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિસાન આંદોલનને લઇને કેનેડા પીએમ જસ્ટિન ટ્રુડો અને તેમની કેબિનેટના મંત્રીઓ પણ નિવેદનબાજી કરી હતી. તે સમયે પણ ભારતીય વિદેશ વિભાગ (MEA) એ કનાડા અને અન્ય સંબંધિત લોકોને કડક શિખામણ આપી. આ મુદ્દે આ વખતે અમેરિકી પોપ ગાયિકા રિઆના, સ્વીડનની જલવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને અમેરિકી અભિનેત્રી અમાંડા કેરનીનું નામ જોડાયેલું છે. આ તમામ દેશમાં ચાલુ આંદોલનોના ફોતા પોસ્ટ કરતાં ભારતના આંતરિક મુદ્દાઓપ પર ટિપ્પણી કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.