Western Times News

Gujarati News

રામપુર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાનો અકસ્માત, ગાડીઓ પરસ્પર ટકરાઈ

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાનો હાપુડ રોડ પર અકસ્માત સર્જાયો છે. કાફલાની ચાર ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. ગઢ ગંગા ટોલ પ્લાઝા પાસે આ અકસ્માત થયો. જો કે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. પ્રિયંકા ગાંધી ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી  દરમિયાન જે ખેડૂતનું મોત થયું હતું તે નવરીત સિંહની અંતિમ અરદાસમાં સામેલ  થવા માટે ઉત્તર પ્રદેશના રામપુર જઈ રહ્યા છે. અહીં તેઓ  નવરીત સિંહના પરિજનો સાથે મુલાકાત કરશે.

કોંગ્રેસ ના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગઢમુક્તેશ્વરના રસ્તે ગજરૌલા થઈને રામપુર જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ગાડીના ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી અને પાછળ આવનારી ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. કોઈને ઈજા થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.