કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં ૯૧.૫૦ રુપિયાનો ઘટાડો
નવી દિલ્હી, સામાન્ય લોકોને બજેટ પહેલા જ મોટી રાહત મળી ગઈ છે. સરકારી તેલ કંપનીઓએ બજેટ પહેલા રસોઈ ગેસના ભાવમાં ઘટાડો કરવાનુ એલાન કર્યુ. આનાથી કમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા થઈ ગયા. એલપીજી સિલિન્ડરના ભાવમાં ૯૧.૫૦ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે.
કંપનીઓ અનુસાર ભાવમાં આ ઘટાડો આજે એટલે કે ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૨ થી લાગુ થઈ ગયા છે. હવે દિલ્હીમાં ૧૯ કિલોવાળા કમર્શિયલ સિલિન્ડરના ભાવ ઓછા થઈને ૧૯૦૭ રૂપિયા થઈ ગયા છે. આ ર્નિણયને આગામી ચૂંટણી સાથે જાેડીને જાેવામાં આવી રહ્યુ છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.
જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા મોટા રાજ્ય પણ સામેલ છે. ભાવમાં સંશોધન બાદ ૦૧ ફેબ્રુઆરીથી દિલ્હીમાં સબસિડી વગરના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવ ૮૯૯.૫૦ રૂપિયા હશે. કલકત્તામાં આ ૯૨૬ રૂપિયામાં મળશે, જ્યારે મુંબઈમાં આની કિંમત દિલ્હીની બરાબર રહેશે. ચેન્નઈમાં આ સિલિન્ડર ૯૧૫.૫૦ રૂપિયામાં મળશે. સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં ગયા વર્ષે ઓક્ટોબરથી કેટલાક પરિવર્તન આવ્યા નથી.SSS