Western Times News

Gujarati News

કોરિયોગ્રાફર રાઘવ જુયાલ સ્વીડિશ યુવતીના પ્રેમમાં છે

મુંબઈ, કોરિયોગ્રાફર, ટીવી હોસ્ટ અને એક્ટર રાઘવ જુયાલ હાલ રિયાલિટી શો ડાન્સ પ્લસ ૬ હોસ્ટ કરી રહ્યો છે. રાઘવ જુયાલ શોની મેન્ટર શક્તિ મોહન સાથે દરેક એપિસોડમાં ફ્લર્ટ કરતો અને તેને પજવતો જાેવા મળે છે. તે ઘણીવાર શક્તિ મોહનને તેની સાથે લગ્ન કરી લેવાનું પણ કહે છે.

રાઘલ જુયાલ અને શક્તિ મોહનની જાેડી તેમજ તેમની વચ્ચેના ખાટા-મીઠા ઝઘડા ફેન્સને પસંદ આવે છે. મોટાભાગના લોકોને લાગે છે કે, રિયલ લાઈફમાં રાઘવ જુયાલ અને શક્તિ મોહન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જાે કે, રાઘવ જુયાલના રિલેશનશિપને લઈને લેટેસ્ટ ખબર સામે આવી છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે, રાઘવ જુયાલ શક્તિ મોહન જ નહીં પરંતુ સ્વીડિશ છોકરીને ડેટ કરી રહ્યો છે. રાઘવ ક્યારેય તેની પર્સનલ લાઈફ વિશે વાત કરતો નથી પરંતુ રિપોર્ટ્‌સનું માનીએ તો, તે જે છોકરીને ડેટ કરી રહ્યો છે તેનું નામ જીટ્ઠટ્ઠિ છિરિેજૈેજ છે. સારા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી છે અને ઈન્ટિમસી કોઓર્ડિનર છે.

સારાએ ઓટીટી પ્લેટફોર્મ પર આવેલા ફેમસ શો યંગ રોયલ્સમાં ઈન્ટિમસી કોઓર્ડિનર તરીકે કામ કર્યું હતું. આ સિવાય તે ઘણા સ્વીડિશ શોમાં કામ કરી ચૂકી છે. રાઘવ જુયાલ અને સારા ૨૦૧૮થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ આજ સુધી તેમના સંબંધોને પ્રાઈવેટ રાખ્યા છે અને માત્ર નજીકના મિત્રો જ આ વિશે જાણે છે.

સારા ઘણીવાર ભારત આવી ચૂકી છે. તે અહીંયાની એક કંપનીની કો-ફાઉન્ડર પણ છે. રાઘવ અને જુયાલ સાથે જાેડાયેલા નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, બંનેની મુલાકાત ભારતમાં એક ટ્રેક દરમિયાન થઈ હતી. સારા તેની મમ્મી સાથે ભારતના પ્રવાસે આવી હતી. ટ્રેકિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો.

બંનેની પસંદ એક જેવી છે અને બંને એકબીજાને સારી રીતે સમજે છે. આ એક લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ છે. સારા ઘણીવાર ભારત આવ-જા કરે છે. સારા થોડા સમય પહેલા ભારત આવી હતી અને રાઘવ જુયાલને મળવા માટે તે ડાન્સ પ્લસ ૬ના સેટ પર પહોંચી હતી. સારા અને રાઘવને ફરવાનો શોક છે અને તેઓ ગોવા પણ ગયા હતા તેવું રિપોર્ટ્‌સ કહે છે. સારા રાઘવ સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જાે કે, રાઘવે હજી સુધી સારા સાથેના રિલેશનશિપ અંગે પુષ્ટિ કરી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.