Western Times News

Gujarati News

કોરોનાકાળમાં અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પાછા ખેંચવાની જાહેરાત કરી

વોશિંગ્ટન, કોરોના સંકટ વચ્ચે ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ માટે અમેરિકાથી ખરાબ સમાચાર આવ્યાં છે. અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પાછા ખેંચવાની જાહેરાત કરતા કહ્યું કે જેમના તમામ ક્લાસ કોરોના વાયરસના કારણે ઓનલાઈન થઈ રહ્યાં છે તેવા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ‘નોન ઈમિગ્રન્ટ એફ-૧, અને એમ-૧ વિદ્યાર્થીઓ કે જેમના ક્લાસ સંપૂર્ણ રીતે ઓનલાઈન લેવાઈ રહ્યાં છે, તેમને હવે દેશમાં રહેવાની મંજૂરી મળશે નહીં. એવામાં જે પણ વિદ્યાર્થી અમેરિકામાં હશે તેમણે પાછું તેમના દેશ જવું પડશે અથવા તો એવી શાળામાં પ્રવેશ લેવો પડશે જ્યાં ઓફલાઈન ક્લાસ ચાલી રહ્યાં છે. નહીં તો તેમના વિરુદ્‌ધ કાર્યવાહી થશે.આઇસીઇએ આગળ કહ્યું કે વિદેશ વિભાગ એવા શાળા/પ્રોગ્રામ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને વિઝા નહીં આપે, જે આગામી સેમિસ્ટર માટે સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડલ પર કામ કરી રહ્યાં છે.

આઇસીઇના જણાવ્યાં મુજબ એફ-૧ના વિદ્યાર્થીઓ એકેડેમિક કોર્સ વર્ક અને એમ-૨ના વિદ્યાર્થીઓ વોકેશનલ કોર્સ વર્કમાં સામેલ હોય છે. મોટાભાગની અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓએ અત્યાર સુધી ફોલ સેમિસ્ટર માટે પોતાની યોજનાઓ જાહેર કરી નથી. અનેક શાળાઓ ઈન પર્સન અને ઓનલાઈન નિર્દેશના હાઈબ્રિડ મોડલ પર કામ કરી રહી છે. પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટી જેવા કેટલાક સંસ્થાનાઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે તમામ કક્ષાઓ ઓનલાઈન સંચાલિત થશે. હાર્વર્ડ તરફથી કહેવાયું છે કે માત્ર ૪૦ ટકા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને જ કેમ્પસમાં પાછા ફરવાની મંજૂરી અપાશે. પરંતુ તેઓ ઓલાઈન નિર્દેશ પ્રાપ્ત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.