Western Times News

Gujarati News

શાતીર તસ્કરો પીપીઈ કીટ પહેરીને આવ્યા, જ્વેલરી શોરૂમમાંથી ૭૮ તોલા સોનું ચોરી ફરાર

સતારા, હવે જો કોઈ વ્યક્તિ તમારી દુકાન કે શોરૂમની આસપાસ પીપીઈ કીટ પહેરીને આવે તો ફક્ત તે કોરોના વારિયર્સ હોય તેવું જરૂરી નથી. ફ્રન્ટલાઇન પર યુદ્‌ધ લડી રહેલા ડાક્ટરો અને અને નર્સને મજબૂરીમાં પીપીઈ કીટ પહેરવી પડે છે પરંતુ બેફામ તસ્કરોએ તેનો લાભ લઈને સપાટો બોલાવ્યો છે. મહારાષ્ટ્રનાના સતારાની આ શરમજનક ઘટના આપણા વરવા સમાજનું ઉત્તમ ઉદાહરણ છે.

ઘટના એવી છે કે મહારાષ્ટના સતારામાં એક જ્વલરી શારૂમમાં તસ્કરી થઈ છે આ તસ્કરીમાં શારૂમમાંથી ૭૮ તોલા સોનાની ચોરી થઈ છે. પરંતુ આ ચોરીનો પતો ત્યારે પડ્યો જ્યારે પોલીસે સીસીટીવી દૃશ્યો ચેક કર્યા. મહારાષ્ટ્રના સતારામાં આ ચોરીમાં તસ્કરોએ પીપીઇ કીટ પહેરેલી હતી.  બે દિવસ જૂની આ ઘટનાથી હાહાકર મચી ગયો, જ્યારે સીસીટીવી કેમેરામાં તસ્કરો બંને હાથમાં ગ્લવ્ઝ અને પીપીઈ કીટ પહેરેલા જોવા મળ્યા હતા. પોલીસે આ મામલે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે પરંતુ આ કિસ્સો લાલબત્તી સમાન છે.

સતારા પોલીસના જણાવ્યા મુજબ આ મામલે અજાણ્યા ઇસમો વિરુદ્‌ધ ૭૮૦ ગ્રામ સોનાની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તસ્કરો દુકાનની દિવાલ તોડીને અદંર ઘુસ્યા હોવાથી એ પણ એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે. હાલમાં પોલીસ આ મામલે ચોરીનો ગુનો દાખલ કરી અને બજારના સીસીટીવીના આધારે તપાસ ચલાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.