કોરોનાને કારણે ૫૦ કરોડ લોકો બેરોજગાર બન્યા
નવીદિલ્હી, કોરોનાને કારણે વિશ્વના તમામ દેશોની અર્થવ્યવસ્થાને ફટકો પડયો છે જેમાં અમેરિકા પણ બાકાત નથી ત્યારે કોરોનાએ જેટલાનો જીવ નથી લીધો તેથી વધારે લોકો બેરોજગાર થયા છે. કોરોનાને કારણે રોજગારીની તકોમાં ધટાડો થયો છે ભારતમાં લોકડાઉનના કારણે કરોડો લોકો બેરોજગાર થયા છે યુએનની ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનને રિપોર્ટ જારી કર્યો છે જેના આંકડા ચોંકાવનારા છે રિપોર્ટ મુજબ દુનિયાભરમાં કોરોનાને કારણે ૫૦ કરોડ લોકો બેરોજગાર થયા છે કામના કલાકોમાં થયેલા ઘટાડાના આધારે આઇએલઓએ અનુમાન લગાવ્યું છે આઇએલઓના અનુમાન કરતા પણ વાસ્તવિક આંકડો મોટો હોવાની આશંકા વ્યકત થઇ રહી છે.
એ યાદ રહે કે વિશ્વમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે વિશ્વમાં કુલ ૩ કરોડ ૨૦ લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે કોરોના બાદ કુલ ૨ કરોડ ૩૬ લાખ સાજા થયા છે કોરોનાથી કુલ ૯ લાખ ૮૧ હજાર લોકોના મૃત્યુ થયા છે છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં ત્રણ લાખ ૧૧ હજાર નવા કેસ નોંધાયા છે અમેરિકામાં ૩૯,૪૩૩, ભારતમાં ૮૯,૬૮૮ નવા કેસ નોંધાયા છે બ્રાઝીલમાં ૩૨,૪૪૫ રશિયામાં ૬૪૩૧ નવા કેસ સામે આવ્યા છે જયારે સ્પેનમાં ૧૧,૨૮૯ અને ફ્રાંસમાં કોરોના ૧૩,૦૭૨ નવા કેસ નોંધાયા છે.HS