કોરોના મહામારીને કારણે દેશમાં દર ૫મો વ્યક્તિ બેરોજગાર થયો
નવીદિલ્હી, કોરોના સંકટના કારણે દેશને અને નાગરિકોને મોટું નુકસાન થયું છે. કોરોનાએ દરેક વર્ગના લોકોને આર્થિક નુકસાન કર્યું છે. કોઈની નોકરીઓ ગઈ અને લાખો લોકો બેરોજગાર થયા તો કોઈને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે.
આજે દેશનો દર ૫મો નાગરિક બેરોજગાર બન્યો છે.એક ખાનગી સર્વેથી મળી રહેલી માહિતી અનુસાર લોકોનું કહેવું છે કે કોરોનાએ દરેક વર્ગના લોકોને આર્થિક રીતે નુકસાન કર્યું છે. કોઈ બેરોજગાર થયા તો કોઈની આર્થિક સ્થિતિમાં મોટું નુકસાન થયું છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ૬૬ ટકા લોકો માને છે કે તેમની આવક પર કોરોનાની મારનો ભાર પડ્યો છે. સર્વે અનુસાર કોરોનાના કરાણે ૧૯ ટકા લોકો નોકરી ખોવી ચૂક્યા છે. ૧૨ ટકા લોકોએ કહ્યું કે કંઈ બદલાયું નથી.
સર્વેમાં જાણવા મળ્યું છે કે ૬૬ ટકા ખેડૂતોએ કહ્યું કે તેમની આવક ઘટી છે. ૧૭ ટકા ખેડૂતોએ કહ્યું કે કોરોના સંકટને કારણે જે ખેતી હતી તે ખતમ થઈ છે અને તેઓ બેરોજગાર બન્યા છે. શ્રમિકોની વાત કરીએ તો ૬૯ ટકા શ્રમિકોનું કહેવું છે કે તેમની આવક ઘટી છે અને ૨૧ ટકાનું માનવું છે કે આ કોરોનાએ તેમને બેરોજગાર કરી દીધા છે. સ્વ રોજગાર સાથે જાેડાયેલા ૬૫ ટકા લોકોએ કહ્યું કે તેમની આવક ઘટી છે અને ૨૦ ટકાએ કહ્યું કે જે રોજગાર હચો તે પણ ખતમ થઈ ચૂક્યો છે.
૩ થી ૧૩ જાન્યુઆરીની વચ્ચે કરાયેલા સર્વેમાં ૧૨૨૩૨ લોકો સાથે વાત કરાઈ હતી. સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે ૬૬ ટકા બિઝનેસમેનની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે ૧૯ ટકા કારોબાર બંધ થયા છે. આ સિવાય ખાનગી સર્વેમાં એમ પણ કહેવાયું છે કે ૬૧ ટકા નોકરી કરનારાની આવક ઘટી છે તો ૧૯ ટકા લોકો કોરોનાથી બેરોજગાર બનીને ઘરે બેઠા છે.
ભારતમાં એક દિવસમાં કોરોનાના ૧૪ હજાર ૪૭૨ નવા કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં ભારતમાં કોરોનાથી ૧૭ હજાર ૨૨૬ દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ૧૬૧ થયો છે તો દેશમાં કોરોનાના એક્ટીવ કેસ ૧ લાખ ૮૫ હજાર ૮૨૬એ પહોંચ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ ૧ કરોડ ૬ લાખ ૨૬ હજાર ૨૦૦ છે. ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા ૧ કરોડ ૨ લાખ ૮૨ હજાર ૮૮૯ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧ લાખ ૫૩ હજાર ૬૭ને પાર થયો છે.HS