કોરોના રસીકરણ માટે હવે રજિસ્ટ્રેશન જરૂરી નહીં

Files Photo
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઓછી થતી જાેવા મળી રહી છે . ત્યારે હવે દેશ પર હવે સંભવિત ત્રીજી લહેર નો ખતરો મંડાઈ રહ્યો છે. કોરોના સામે લડવા માટે વેક્સીન ને મોટું સુરક્ષા કવચ માનવામાં આવે છે. જેથી રાજયના બધા જ નાગરિકોને ઝડપથી રસી લાગી જાય તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે . દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચે તે માટે સરકારે રસીકરણના નિયમો વધુ સરળ બનાવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સુવિધા પૂરી પાડતી કોવિડ એપ અથવા વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. સરકારના નવા નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના નજીકના સેન્ટર પર જઈને ઑન સાઇટ રજિસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકે છે.
પીઆઈબી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના વેક્સીનને દેશના દરેક ખૂણામાં પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ અને આશા કાર્યકરો ગ્રામ્ય વિસ્તારો અને શહેરના સ્લમ વિસ્તારમાં જશે. આ લોકો તેમને ઑન સાઇટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો હજુ ઑનલાઇન રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા. આ જ કારણે ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અભિયાન ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યું છે.