Western Times News

Gujarati News

ટ્‌વીટર પર એફઆઇઆર દાખલ કરનાર ઉત્તરપ્રદેશ પહેલું રાજય

નવીદિલ્હી: નવી આઇટી નિયમોનું પાલન ન કરવાને લઇ ટિ્‌વટર પર ભારત તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે ટિ્‌વટરથી ભારતીય આઇટી એકટની ઘારા ૭૯ હેઠળ મળેલ કાનુની કાર્યવાહીથી છુટને ખત્મ કરી દેવામાં આવી છે કાનુની સંરક્ષણ ખત્મ થતા જ ઉત્તરપ્રદેશ ટિ્‌વટરની વિરૂધ્ધ ફેક ન્યુઝને લઇ કેસ દાખલ કરનાર પહેલું રાજય બની ગયું છે. એક અધિકારીએ કહ્યું કે ૨૬મેથી ટિ્‌વટરને મળેલ કાનુની છુટ ખતમ થઇ ચુકી છે. સરકારે પહેલા જ ટિ્‌વટરને એ ચેતવણી આપી હતી કે જાે તેણે નવા આઇટી નિયમોનું પાલન નહીં કર્યું તો તેને આઇટી કાનુન હેઠળ જવાબદારીથી જે છુટ મળી છે તે પાછી લઇ લેવામાં આવશે આ સાથે જ તેને આઇટી કાનુન અને અન્ય દંડાત્મક જાેગવાઇ હેઠળ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે

આ પહેલા ટિ્‌વટરે કહ્યું હતું કે તેણે ભારત માટે આંતરિક અનુપાલન અધિકારી નિયુકત કર્યા છે.તાકિદે જ અધિકારીનું વિવવણ સીધુ માહિતી ટેકનોલોજી મંત્રાલયની સાથે સંયુકત કરવામાં આવશે નવી આઇટી નિયમ ૨૫ મે ૨૦૨૧થી લાગુ થઇ ચુકયુ છે પરંતુ ટિ્‌વટર જ એક એવો એકલો ટેક પ્લોટફોર્મ છે જેનાથી સરકાર તરફથી અનેકવાર નોટીસ મોકલવા
છતાં આ નિયમોનું પાલન કર્યું નથી

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ પોલીસે એક વૃધ્ધની સાથે મારપિટ અને અભદ્રતા કરવાની વીડિયો વાયરલ થયા બાદ નવ લોકોની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે તેમાંથી એક ટિ્‌વટર ઇન્ડિયા પણ છે આ તમામ પર ધટનાને ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપવાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.

સોશલ મીડિયા પર વાયરલ થઇ રહેલ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે એક વૃધ્ધ મુસ્લિમને પિટવામાં આવ્યો છે અને તેની દાઢી કાપી દેવામાં આવી છે. ગાઝિયાબાદ પોલીસ અનુસાર ટિ્‌વટરે વીડિયોને વાયરલ થવાથી રોકવા માટે કંઇ કર્યું નથી

પોલીસ અનુસાર આ મામલાની સચ્ચાઇ કંઇ અન્ય છે પીડિત વૃધે આરોપીને કેટલાક તાબીજ આપ્યા હતાં જેનું પરિણામ ન મળવા પર નારાજ આરોપીએ આ ઘટનાને પરિણામ આપ્યું પરંતુ ટિ્‌વટરે આ વીડિયોને મેન્યુપ્યુલેટેડ મીડિયાને ટેગ આપ્યું નહીં પોલીસે એ પણ કહ્યું કે પીડિતે પોતાની એફઆઇઆરમાં જયશ્રી રામના સુત્ર લગાવવા અને દાઢી કાપવાની વાત નોંધાવી નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.